Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક કિસ કરીને ફસાયો અમેરિકાનો YouTuber Johnny Somali, માફી છતાં થઇ શકે છે 10 વર્ષની જેલ!

અમેરિકન યુટ્યુબર જોની સોમાલી, જેનું સાચું નામ રામસે ખાલિદ ઈસ્માઈલ છે, દક્ષિણ કોરિયામાં કાનૂની મુશ્કેલીમાં ફસાયેલો છે. તેણે સિયોલમાં 'કમ્ફર્ટ વુમન' પ્રતિમા સામે અનાદરભર્યું વર્તન કર્યું હતું, જેના કારણે દક્ષિણ કોરિયાની સરકારે તેની ધરપકડ કરી હતી. આ કૃત્યને કારણે તેને 10 વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે. આ ઘટના દરેક વિદેશી પ્રવાસી માટે ચેતવણીરૂપ છે કે દેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોનું અનાદર કરવા પર ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
એક કિસ કરીને ફસાયો અમેરિકાનો youtuber johnny somali  માફી છતાં થઇ શકે છે 10 વર્ષની જેલ
Advertisement
  • અમેરિકન યુટ્યુબર જોની સોમાલી કાનૂની મુશ્કેલીમાં
  • દક્ષિણ કોરિયામાં સામનો કરી રહ્યો છે ગંભીર કેસનો
  • કમ્ફર્ટ વુમનની પ્રતિમાનો અનાદર વિવાદનું મૂળ

24 વર્ષના અમેરિકન યુટ્યુબર જોની સોમાલી (YouTuber Johnny Somali), જેનું સાચું નામ રામસે ખાલિદ ઈસ્માઈલ (Ramsay Khalid Ismail) છે, આ સમયે દક્ષિણ કોરિયામાં કાનૂની સંકટનો સામનો કરી રહ્યો છે. જોનીના કેટલાક વિવાદાસ્પદ કૃત્યોના કારણે માત્ર દક્ષિણ કોરિયા જ નહીં, પણ સમગ્ર આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વિરુદ્ધ ગુસ્સો અને નારાજગીનો માહોલ ઉભો થયો છે. આ કિસ્સાના કારણે તેની 10 વર્ષ સુધીની જેલ સજા થવાની સંભાવના છે. આ લેખમાં જાણીએ કે આખરે તેના વિવાદની શરૂઆત કેવી રીતે થઈ અને આ કિસ્સામાં કાનૂની પ્રક્રિયા કયા પહોંચી છે.

વિવાદનું મૂળ: 'કમ્ફર્ટ વુમન'ની પ્રતિમાનો અનાદર

વિવાદની શરૂઆત દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં 'કમ્ફર્ટ વુમન' પ્રતિમાની સામે જોની સોમાલીએ અનાદરભર્યું વર્તન કર્યું ત્યારે થઈ હતી. આ પ્રતિમા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના સૈનિકો દ્વારા જાતીય શોષિત થયેલા કોરિયન મહિલાઓને સમર્પિત છે, જે આજે પણ દક્ષિણ કોરિયાની સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વની નિશાની છે. જોનીએ આ પ્રતિમાની સામે અશિષ્ટ રીતે ડાન્સ કર્યો અને શરમજનક ચુંબન કર્યુ, જેના કારણે કોરિયન નાગરિકોની લાગણીઓને ભારે ઠેસ પહોંચી હતી. આ વર્તનને કારણે, કોરિયન લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેમણે જોનીને કડક સજા થાય તેની માંગ કરી હતી.

Advertisement

કાનૂની પગલાં અને ગભેર પરિસ્થિતિ

જોનીના આ કૃત્ય પછી, દક્ષિણ કોરિયાની સરકારે તેની વિરુદ્ધ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરી હતી. હાલની સ્થિતિમાં તે દેશ છોડીને ભાગી શકે તેમ નથી, અને તેની વિરુદ્ધ તપાસ ચાલુ છે. જો કોર્ટ તેને દોષિત જાહેર કરે છે, તો તેને 10 વર્ષ સુધીની જેલ સજાની શક્યતા છે. આ કિસ્સો દરેક વિદેશી માટે ચેતવણીરૂપ છે કે કોઈપણ દેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોનું અનાદર કરવા પર તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. દેશના નાગરિકોના માનમર્યાદાનું અપમાન ન કરવા અને તેમના આદેશોનું પાલન કરવાની ફરજ દરેક વિદેશી પ્રવાસી માટે રહેલી હોય છે.

Advertisement

જોનીના પાછળના વિવાદ અને અણઘડ વર્તન

આ પહેલો કિસ્સો નથી જેમાં જોની સોમાલી વિવાદમાં ફસાયો છે. અગાઉ પણ તે પોતાના અસંવેદનશીલ અને અણઘડ વર્તન માટે હેડલાઈન્સમાં રહ્યો છે. તે પોતાના યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા અનેકવાર શાંતિને ખલેલ પહોંચાડતો જોવા મળ્યો છે. તેના દ્વારા કરવામાં આવેલી અનેક ખોટી કાર્વાઈઓના કારણે યુટ્યુબ ઉપરાંત ટ્વિચ અને કિક જેવા મ્યુઝિક પ્લેટફોર્મ્સે પણ તેને પોતાના પ્લેટફોર્મ્સ પરથી દૂર કર્યો છે. આ તમામ વિવાદોને કારણે તેણે સમાજમાં નકારાત્મક છબી ઊભી કરી છે, અને તેની વર્તનશૈલી પર ઘણીવાર કડક ટીકાઓ થઈ છે.

માફી છતાં કાનૂની મુશ્કેલીનો સામનો

સોશિયલ મીડિયાના ભારે દબાણને જોતા, જોની સોમાલીએ આ વિવાદ બાદ માફી માંગતા વીડિયો જાહેર કર્યો હતો. તેણે વીડિયોમાં પોતાના બેદરકાર વર્તન માટે સોરી કહ્યું હતું, પરંતુ હાલની કાનૂની પરિસ્થિતિએ તેને વધુ મુશ્કેલીઓમાં મૂકી દીધો છે. તે દક્ષિણ કોરિયાની કાનૂની વ્યવસ્થામાં ફસાયેલો છે, અને તે આમાથી સહેલાયેથી છૂટો થાય તેવું લાગી રહ્યું નથી.

આ પણ વાંચો:  પાકિસ્તાની TikTok સ્ટાર Minahil Malik ના MMS લીક વિવાદ બાદ વધુ એક વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×