Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Trump ને વોટ આપનારા પુરુષો સાથે અમેરિકાની મહિલાઓ નહીં રાખે કોઇ સંબંધ

ટ્રમ્પની જીતથી ગુસ્સે ભરાયેલી ઘણી અમેરિકન મહિલાઓ ટ્રમ્પને વોટ આપનારા પુરુષોનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે. આ ચળવળ દક્ષિણ કોરિયામાં શરૂ થઈ હતી અને હવે અમેરિકામાં તેની વધુ ચર્ચા થવા લાગી છે. 4B મૂવમેન્ટ માં મહિલાઓ આગામી 4 વર્ષ સુધી ટ્રમ્પને વોટ આપનારા પુરુષોને ડેટ કરશે નહીં, તેમની સાથે લગ્ન કરશે નહીં, તેમની સાથે સંભોગ કરશે નહીં અને તેમની સાથે બાળકો પણ નહીં રાખે.
trump ને વોટ આપનારા પુરુષો સાથે અમેરિકાની મહિલાઓ નહીં રાખે કોઇ સંબંધ
Advertisement
  • ટ્રમ્પની જીતથી ઉગ્ર આંદોલન: મહિલાઓએ પુરુષોનો બહિષ્કાર કર્યો!
  • "4B" ચળવળ: અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ મહિલાઓનો વિરોધ!
  • ડેટિંગથી લગ્ન સુધી: ટ્રમ્પને વોટ આપનારા પુરુષોનો બહિષ્કાર!
  • મહિલાઓનો ગુસ્સો: ટ્રમ્પની જીત બાદ પુરુષો વિરુદ્ધ આક્રોશ!

Women in us angry with trump victory :  અમેરિકામાં 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ભલે ટ્રમ્પની જીત થઇ હોય, પણ તેનાથી લાખો મહિલાઓને દુઃખ થયું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ અમેરિકાની મહિલાઓએ ટ્રમ્પના એકવાર ફરી રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતને પુરુષોની ભૂલ માન્યું છે. ત્યારે મહિલાઓએ પુરુષો વિરુદ્ધ 4B મૂવમેન્ટમાં જોડાઈ છે. શું છે આ 4B મૂવમેન્ટ આવો જાણીએ આ આર્ટિકલમાં...

ટ્રમ્પની જીતથી પુરુષો વિરુદ્ધ આવી મહિલાઓ

અમેરિકાને ભલે તેના 47માં રાષ્ટ્રપતિ મળી ગયા હોય પણ જે પ્રમાણે ટ્રમ્પનો સતત વિરોધ થઇ રહ્યો છે તે ઘણી ચર્ચાઓ જગાડે છે. એક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર, અમેરિકામાં ઘણી મહિલાઓએ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં લઈ જનારા પુરુષો વિરુદ્ધ હોબાળો મચાવ્યો છે. આ 4B મૂવમેન્ટમાં સામેલ મહિલાઓએ આગામી 4 વર્ષ માટે ટ્રમ્પને વોટ આપનારા પુરુષોનો બહિષ્કાર કર્યો છે. આનો અર્થ એ છે કે આગામી 4 વર્ષમાં મહિલાઓ આ પુરુષોને ડેટ કરશે નહીં, તેમની સાથે લગ્ન કરશે નહીં, તેમની સાથે સંભોગ કરશે નહીં અને તેમની સાથે બાળકો પણ નહીં રાખે. આ મૂવમેન્ટ હેઠળ હવે મહિલાઓએ સંભોગ, સંબંધો, લગ્ન અને બાળકો રાખવાનો ઇનકાર કરી દીધો છે. આ ચળવળ મૂળ દક્ષિણ કોરિયામાં શરૂ થઈ હતી અને હવે ટ્રમ્પની જીત બાદ અમેરિકામાં તેની વધુ ચર્ચા થવા લાગી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by The Telegraph (@telegraph)

Advertisement

કમલા હેરિસે ટ્રમ્પને નારી વિરોધી ગણાવ્યા હતા

જણાવી દઇએ કે, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસના પ્રચાર દરમિયાન ટ્રમ્પને નારી વિરોધી ગણાવ્યા બાદ ઘણી મહિલાઓને ટ્રમ્પની હારની આશા હતી. હવે, ટ્રમ્પની જીતથી નિરાશીત બનેલી અનેક અમેરિકન મહિલાઓ સોશિયલ મીડિયા પર આ લાગણી વ્યક્ત કરી રહી છે અને 4B ચળવળમાં જોડાઈ રહી છે. આ ચળવળ દક્ષિણ કોરિયન શબ્દ "b" પરથી પ્રેરિત છે, જેનો ઉપયોગ નકારાત્મકતાના પ્રતીક તરીકે થાય છે. દક્ષિણ કોરિયામાં આ ચળવળ #MeToo અને 'Escape the Corset' જેવી પહેલોના અનુસંધાનમાં ઊભરી છે, જેના કારણે ત્યાંના સમાજમાં મોટા પ્રમાણમાં પરિવર્તન આવ્યું છે.

દક્ષિણ કોરિયાની 4B મૂવમેન્ટ શું હતી?

અમેરિકાની આ મહિલાઓએ દક્ષિણ કોરિયાના 4B મૂવમેન્ટના પગલે ચાલીને 2010ના દાયકામાં પુરુષોનો બહિષ્કાર કર્યો હતો. કોરિયન ભાષામાં B નો અર્થ થાય છે નહીં. આ રીતે 4B વાસ્તવમાં ચાર No ને દર્શાવે છે. આ 4 No માં પુરુષો સાથે ડેટિંગ, સંભોગ, લગ્ન અને બાળકો પર પ્રતિબંધિત છે. અમેરિકન મહિલાઓના આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં મહિલાઓ કહી રહી છે કે તેઓ આગામી 4 વર્ષ સુધી ટ્રમ્પને વોટ આપનારા આવા પુરુષોથી દૂર રહેવા જઈ રહી છે.

આ પણ વાંચો:  આતંકીઓથી બચીને આવેલી યુવતીએ સંભળાવ્યો તેનો ભયાનક અનુભવ

Tags :
Advertisement

.

×