જ્યોર્જિયામાં ભારતીય રેસ્ટોરન્ટમાં 12 કર્મચારીઓના મૃતદેહથી ચકચાર!
- જ્યોર્જિયામાં ભારતીય રેસ્ટોરન્ટમાં 12 મૃતદેહ મળ્યાં
- ગુડાઉરી સ્કી રિસોર્ટના બીજા માળેથી મળ્યાં મૃતદેહ
- મૃતકોમાં 11 વિદેશી અને અન્ય 1 જ્યોર્જિયન નાગરિક
- માહિતી અનુસાર મૃતક તમામ રેસ્ટોરન્ટનો સ્ટાફ હતો
- ફોરેન્સિક સ્પેશિયાલિસ્ટની મદદથી વધુ તપાસ ચાલુ
12 bodies found at Indian restaurant in Georgia : અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના ગુદૌરી શહેરમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાંથી એક સાથે 12 મૃતદેહો મળી આવ્યા બાદ ભારે ચકચાર મચી છે. આ ઘટના જાહેર થવાની સાથે જ સ્થાનિક લોકો અને અધિકારીઓ ચોંકી ગયા હતા. રિપોર્ટ અનુસાર, મૃતદેહો પર કોઈ હિંસાના નિશાન જોવા મળ્યા નથી. આ ઘટનાએ અમેરિકામાં ભારતીયોની સુરક્ષા પર મોટો સવાલ ઉભો કર્યો છે.
12 મૃતદેહો મળી આવ્યા
અમેરિકાના જ્યોર્જિયામાં બનેલી આ ઘટનામાં 12 લોકોના મોત થયા છે, જે લોકોના મોત થયા છે તેઓ રેસ્ટોરન્ટના કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે. આ કિસ્સામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે મૃતકોના શરીર પર કોઇ ઈજાના નિશાન નથી, જે દર્શાવે છે કે તેમનું મૃત્યું અકસ્માતના કારણે થયું છે. જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રાલયે આ ઘટનાને "બેદરકારીને કારણે જીવ ગુમાવવાના કેસ" તરીકે ગણાવી છે. આ ગુનો જ્યોર્જિયાના ક્રિમિનલ કોડની કલમ 116 હેઠળ દાખલ કરાયો છે. 12 મૃતદેહોમાંથી 11 વ્યક્તિઓ વિદેશી નાગરિકો છે, જ્યારે એક વ્યક્તિ જ્યોર્જિયાનો નાગરિક છે. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ લાઇટના અભાવે બંધ રૂમમાં જનરેટરનો ઉપયોગ હોવાનું કહેવાય છે. ઘટના બાદ પહોંચેલા લોકોને બેડની બાજુમાં રાખેલું જનરેટર ચાલુ જોવા મળ્યું હતું.
કેસ સાથો જોડાયેલા લોકોની થઇ રહી છે પૂછપરછ
રિપોર્ટ અનુસાર, પોલીસ અને ફોરેન્સિક એક્સપર્ટ ઉંડી તપાસ કરી રહ્યા છે. આંતરિક બાબતોના મંત્રાલયે પુષ્ટિ કરી કે "મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે સંબંધિત તપાસ અને ફોરેન્સિક તબીબી વિશ્લેષણનો આદેશ આપવામાં આવ્યો છે." રિપોર્ટ અનુસાર આ કેસ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે એક સાથે આટલા લોકોના મોત કયા સંજોગોમાં થયા. આંતરિક બાબતોના મંત્રાલયે આ ઘટનાની સંપૂર્ણ તપાસ અને સત્ય જાહેર કરવાનું વચન આપ્યું છે. મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો: હિજાબ વિના ગાવું ઈરાની ગાયિકા Parastoo Ahmadi ને મોંઘું પડ્યું