America : શિકાગોમાં ટળી એક મોટી વિમાન દુર્ઘટના, લેન્ડિંગ સમયે જ રન-વે પર આવી ગયું જેટ વિમાન
- અમેરિકાના શિકાગોમાં ટળી મોટી વિમાન દુર્ઘટના
- રન-વે પર જેટ અને બોઈંગ વિમાન વચ્ચે ટક્કર ટળી
- લેન્ડિંગ સમયે જ રન-વે પર આવી ગયું હતું જેટ વિમાન
- સાઉથવેસ્ટ એરલાઈન્સના પાયલટની સમયસૂચકતા
- શિકાગોના મિડવે ઈન્ટરનેશનલ એરપોર્ટની ઘટના
America : અમેરિકાના શિકાગો સ્થિત મિડવે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના થતાં થતાં રહી ગઈ. સાઉથવેસ્ટ એરલાઈન્સનું બોઈંગ વિમાન લેન્ડિંગની તૈયારીમાં હતું, ત્યારે અચાનક એક જેટ વિમાન રન-વે પર આવી ગયું. આ સ્થિતિમાં બંને વિમાનો વચ્ચે ટક્કરનું જોખમ સર્જાયું હતું, પરંતુ સાઉથવેસ્ટના પાયલટે સમયસર સાવચેતી દાખવી અને વિમાનને ફરી ઉડાડી દીધું. આ ઝડપી નિર્ણયથી મોટો અકસ્માત ટળ્યો અને મુસાફરોના જીવ બચી ગયા. આ ઘટનાએ એરપોર્ટ સુરક્ષા અને પાયલટની તત્પરતાનું મહત્ત્વ ફરી એકવાર ઉજાગર કર્યું છે.
શિકાગોમાં વિમાન ટક્કર ટળી, પાયલટની સજાગતાએ બચાવ્યા જીવ
જણાવી દઇએ કે, સાઉથવેસ્ટ એરલાઈન્સની ફ્લાઈટ 2504, જે ઓમાહા, યુએસએથી આવી રહી હતી, બોઈંગ 737-800 રનવે 31C પર ઉતરાણ કરવાની તૈયારીમાં હતી ત્યારે એક ખાનગી ચેલેન્જર 350 જેટ અચાનક રનવે પર દેખાયું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના જણાવ્યા અનુસાર, આ બિઝનેસ જેટે પરવાનગી વિના રનવે પર પ્રવેશ કર્યો હતો. સાઉથવેસ્ટના ફ્લાઈટ ક્રૂએ તાત્કાલિક સતર્કતા દાખવી, વિમાનને એક પછી એક ચક્કર લગાવડાવ્યું અને ત્યારબાદ વિમાનનું સુરક્ષિત ઉતરાણ કર્યું. આ ઝડપી કાર્યવાહીથી મોટી ટક્કર ટળી અને મુસાફરોનું જીવનું જોખમ ટળ્યું. FAA એ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
Private jet ignored ATC instruction to hold short and instead crosses runway moments before a Southwest jet touches down. A catastrophic event avoided thanks to quick action of SWA pilot's go around. #aviation pic.twitter.com/7TUKgj7ppH
— Jason Jokerst (@jjokerst) February 25, 2025
બીજી તરફ, લોસ એન્જલસમાં પણ આવી જ એક ઘટના બની, જ્યાં ગોન્ઝાગા યુનિવર્સિટીની પુરુષ બાસ્કેટબોલ ટીમને લઈ જતું જેટ બીજા વિમાનની ખૂબ નજીક આવી ગયું હતું. એર ટ્રાફિક કંટ્રોલરની ત્વરિત સૂચનાએ કી લાઈમ એર ફ્લાઈટને રોકીને અકસ્માત અટકાવ્યો. આ ઘટના લાઈવસ્ટ્રીમમાં કેદ થઈ હતી. યુએસ સરકારની તપાસ એજન્સીના રિપોર્ટ મુજબ, જાન્યુઆરી 2023થી સપ્ટેમ્બર 2024 વચ્ચે વ્યાપારિક અને ભાડાની ફ્લાઈટ્સ સાથે જોડાયેલા 13 રનવે અકસ્માતોની તપાસ કરવામાં આવી છે.
કોની ભૂલ હતી? તપાસમાં રોકાયેલી એજન્સીઓ
આ ઘટનામાં સામેલ બીજા વિમાનના માલિક ફ્લેક્સજેટે એક નિવેદન જારી કરીને કહ્યું કે, તેઓ કડક સલામતી ધોરણોનું પાલન કરે છે અને ઘટનાની તપાસ કરી રહ્યા છે. FAA એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે વિમાન રનવેમાં કેવી રીતે ઘૂસી ગયું અને લેન્ડિંગ દરમિયાન આવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ફ્લાઇટ ક્રૂ અને એટીસીની સતર્કતાએ મોટી દુર્ઘટના ટાળી હતી. હવે તપાસમાં ખબર પડશે કે આ ભૂલ માટે કોણ જવાબદાર હતું.
આ પણ વાંચો : અમેરિકાના એરિઝોનામાં હવામાં બે વિમાનો એકબીજા સાથે અથડાયા, 2 લોકોના મોત