America : શપથ લે તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો
- શપથ લે તે પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો
- કોર્ટે હશ મની કેસમાં ટ્રમ્પની સજા યથાવત્ રાખી
- એડલ્ટ સ્ટારને ગુપ્ત રીતે 1.30 લાખ ડોલર ચૂકવ્યા
- પૈસા ચૂકવવા બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરીનો છે કેસ
- મેનહટ્ટન જ્યુરીએ 34 કેસમાં દોષિત ઠેરવ્યા હતા
- 20 જાન્યુઆરીએ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે
Donald Trump : અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પદગ્રહણ સમારંભ પહેલા કોર્ટનો મોટો આંચકો મળ્યો છે. હશ મની કેસમાં ટ્રમ્પની સજા રદ કરવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે. મેનહટનના જજ જુઆન એમ. માર્ચેના આ નિર્ણયથી ટ્રમ્પ માટે મુશ્કેલી વધી ગઇ છે. ટ્રમ્પના સમર્થકોએ દલીલ કરી હતી કે આ કેસને ચાલુ રાખવાથી રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યમાં અવરોધ ઉભો થઈ શકે છે, પરંતુ જજના નિર્ણયથી સ્પષ્ટ થયું છે કે સજા યથાવત રહેશે.
શું છે હશ મની કેસ?
ડોનાલ્ડ ટ્રમ્પે 2006માં એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આ મામલાની ખૂબ ચર્ચા થઈ હતી, જેમાં સ્ટોર્મી ડેનિયલ્સે આ બાબત સાર્વજનિક કરવાની ધમકી આપી હતી. આથી ટ્રમ્પે તેને $130,000 ગુપ્ત રૂપે ચૂકવ્યા હતા. ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે આ ચુકવણી છુપાવવા માટે ખોટા બિઝનેસ રેકોર્ડનો ઉપયોગ કર્યો હતો. મેનહટન જ્યુરીએ ટ્રમ્પને આ મામલામાં દોષિત ઠેરવ્યા હતા. અગાઉ, સ્ટોર્મી ડેનિયલ્સે કોર્ટમાં કહ્યું હતું કે જ્યારે તે ટ્રમ્પ સાથે પ્રથમ વખત મળી, ત્યારે તેમણે સિલ્ક પાયજામા પહેર્યા હતા અને તે સમયે ટ્રમ્પે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દી અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) ટેસ્ટિંગ અંગે પ્રશ્ન પૂછ્યા હતા.
20 જાન્યુઆરીએ ટ્રમ્પ લેશે શપથ
ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રિપબ્લિકન પાર્ટી હવે સેનેટમાં 52 બેઠકો સાથે બહુમતીમાં છે, જ્યારે ડેમોક્રેટ્સની પાસે 47 બેઠકો છે. આ ઉપરાંત, રિપબ્લિકન પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પણ લીડમાં છે, જ્યાં તેમને 216 બેઠકો મળેલી છે અને ડેમોક્રેટ્સ પાસે 209 બેઠકો છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ માટેનો આ સમયસંદર્ભ ઘણી રાજકીય ચર્ચાઓ અને કાનૂની પડકારો વચ્ચે શરૂ થયો છે.
આ પણ વાંચો: વ્હાઈટ હાઉસ પહોંચે તે પહેલા Trump નું સન્માન કરતું Time Magazine