ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Abu Dhabi Hindu Mandir: અબુ ધાબીમાં ભવ્ય હિંદુ મંદિર બનીને તૈયાર થઈ ગયું

Abu Dhabi Hindu Mandir: અબુ ધાબીની એકદમ નજીક અડીને BAPS હિંદુ મંદિરને બનીને તૈયાર થઈ ગયું છે. આ મંદિરનું 14 ફેબ્રુઆરીએ પીએમ મોદી મહંત સ્વામી મહારાજ સાથે મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. આ મંદિરની ઉંચાઈ 108 ફુટની છે અને તેને પથ્થરથી...
10:59 PM Feb 05, 2024 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Abu Dhabi Hindu Mandir

Abu Dhabi Hindu Mandir: અબુ ધાબીની એકદમ નજીક અડીને BAPS હિંદુ મંદિરને બનીને તૈયાર થઈ ગયું છે. આ મંદિરનું 14 ફેબ્રુઆરીએ પીએમ મોદી મહંત સ્વામી મહારાજ સાથે મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. આ મંદિરની ઉંચાઈ 108 ફુટની છે અને તેને પથ્થરથી બનાવવામાં આવ્યું છે. પીએમ મોદી બે દિવસીય સામુદાયિક કાર્યક્રમ ‘અહલાન મોદી 2024’ માટે UAE જશે. અબુ ધાબીની બહાર BAPS હિંદુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. 14 ફેબ્રુઆરીએ પીએમ મોદી મહંત સ્વામી મહારાજ સાથે આ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

કેટલાય લોકોએ BAPS હિંદુ મંદિરની મુલાકાત લીધી

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 42 દેશોના રાજદૂતો અને રાજકીય લોકોએ બીએપીએસ હિંદુ મંદિરની મુલાકાત કરી છે. અત્યારે તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ બીએપીએસ હિંદુ મંદિર ભગવાન સ્વામીનારાયણ, ભગવાન રામ, માતા સીતા, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન અય્યપ્પન જેવા દેવી દેવતાઓની સમર્પિત છે. તેઓ દરેક સાત શિખરો હેઠળ મૂકવામાં આવશે. 27 એકડમાં બનેલા આ મંદિરનું નિર્માણ 700 કરોડ રૂપિયાનો ખર્ચે કરવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં બનશે બીજું રામ મંદિર

ઓસ્ટ્રેલિયામાં દુનિયાનું સૌથી ઊંચુ રામ મંદિર બનવા જઈ રહ્યું છે. આ મંદિરનું નિર્માણ કાર્ય ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં શ્રીરામ વૈદિક અને સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા કરાવવામાં આવશે. આ મંદિર બનાવવા માટે આશરે 600 કરોડનું ખર્ચ થશે એવું અનુમાન લગાવામાં આવ્યું છે. શ્રી સીતારામ ટ્રસ્ટના ડેપ્યુટી હેડ ડો.હરેન્દ્ર રાણાએ માહિતી આપી હતી કે, 150 એકર જમીનમાં 600 કરોરના ખર્ચે આ પ્રભુ શ્રીરામના મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ ટ્રસ્ટના અધ્યક્ષ ડો.દિલાવર સિંહ છે અને તેઓ 35 વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં જ રહે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Chile: ચાર દિવસથી સળગી રહ્યો છે આ દેશ! અત્યાર સુધી 112 લોકોના મોત

Tags :
Abu Dhabiabu dhabi newsBAPSBAPS templeBAPS UAEBAPS હિંદુ મંદિરGujarati Newshindu mandirHindu Mandir newsInternational News