ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ત્રીજા વિશ્વયુદ્ધની આહટ વચ્ચે જાપાનમાં બીજા વિશ્વયુદ્ધના સમયનો બોમ્બ અચાનક ફૂટ્યો, 80થી વધુ ફ્લાઈટ્સ રદ

જાપાનમાં WW-2નો બોમ્બ અચાનક ફાટ્યો બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ ફાટ્યો જાપાનના એરપોર્ટ પર અમેરિકન બોમ્બ અચાનક ફૂટ્યો જાપાન (Japan) ના એરપોર્ટ પર હંગામો ત્યારે થયો હતો. જ્યારે અહીં જમીનમાં દાટવામાં આવેલો બીજા વિશ્વયુદ્ધ (World War-2) ના સમયનો બોમ્બ (Bomb) અચાનક...
09:30 PM Oct 02, 2024 IST | Hardik Shah
A World War II bomb explodes at a Japanese airport

જાપાન (Japan) ના એરપોર્ટ પર હંગામો ત્યારે થયો હતો. જ્યારે અહીં જમીનમાં દાટવામાં આવેલો બીજા વિશ્વયુદ્ધ (World War-2) ના સમયનો બોમ્બ (Bomb) અચાનક ફાટ્યો હતો. જેના કારણે જમીનમાં મોટો ખાડો સર્જાયો હતો. જેના કારણે એરપોર્ટ (Airport) અધિકારીઓ અને હવાઈ મુસાફરોની હવાની ગુણવત્તા બગડી ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે, તે એક અમેરિકન બોમ્બ (American Bomb) હતો, જેને બીજા વિશ્વયુદ્ધના સમયથી જાપાનના એરપોર્ટ પર દાટવામાં આવ્યો હતો, પરંતુ આજે તે વિસ્ફોટ થયો હતો. જેના કારણે ટેક્સીવેમાં મોટો ખાડો પડી ગયો હતો અને તેના કારણે 80થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી. સમગ્ર માહિતી જાપાની અધિકારીઓએ આપી હતી. આ બોમ્બ એવા સમયે વિસ્ફોટ થયો છે જ્યારે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધનો અવાજ અનુભવી રહી છે.

વિસ્ફોટથી ફુવારાની જેમ હવામાં ડામરના ટુકડા ઉછળ્યા

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેલ્ફ-ડિફેન્સ ફોર્સિસ અને પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પુષ્ટિ મળી છે કે વિસ્ફોટ 500 પાઉન્ડના અમેરિકન બોમ્બથી થયો હતો. જોકે, હવે તેનાથી કોઈ ખતરો નથી. તેઓ શોધી રહ્યા છે કે અચાનક વિસ્ફોટનું કારણ શું છે. નજીકની ઉડ્ડયન શાળા દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં વિસ્ફોટથી ફુવારાની જેમ હવામાં ડામરના ટુકડા ઉછળતા જોવા મળ્યા હતા. જે જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થયો હતો ત્યાં એક મોટો ખાડો સર્જાયો હતો. જાપાની ટેલિવિઝન પર પ્રસારિત થયેલા વીડિયોમાં 'ટેક્સીવે'માં ઊંડો ખાડો દેખાયો હતો. મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હયાશીએ જણાવ્યું હતું કે, એરપોર્ટ પર 80 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને ગુરુવારે સવાર સુધીમાં કામગીરી ફરી શરૂ થવાની અપેક્ષા છે. રક્ષા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન સેના દ્વારા છોડવામાં આવેલા ઘણા બોમ્બ મળી આવ્યા છે, જે ફૂટ્યા નથી.

બીજા વિશ્વયુદ્ધમાં જાપાને લાગ્યો હતો મોટો ઝટકો

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને પોતાના હથિયારો મુક્યા નહોતા. હાર બાદ પણ તેમણે પોતાની હાર સ્વીકારી નહોતી. આ પછી, 6 ઓગસ્ટ, 1945 ના રોજ, અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેરની ઉપરથી ઉડાન ભરી અને બોમ્બરથી પરમાણુ બોમ્બ ફેંક્યો. આ બોમ્બનું નામ લિટલ બોય હતું. આ બોમ્બ શહેરથી માત્ર 600 મીટર ઉપર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે 70 થી 80 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જો કે, ત્રણ દિવસ પછી, 9 ઓગસ્ટ, 1945 ના રોજ, અમેરિકાએ નાગાસાકી પર બીજો અણુ બોમ્બ 'ફેટ મેન' ફેંક્યો હતો.

આ પણ વાંચો:  હિઝબુલ્લાહ પર ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી ઘાતક હવાઈ હુમલો, 150 થી વધુ ઠેંકાણા નષ્ટ કર્યા

Tags :
80 flights canceledAsia PacificGujarat FirstHardik ShahJapan Bomb Blastjapan newsJapan US Unexploded BombMiyazaki AirportnewsSecond World WarSecond World War BombUS BombWorld War 3World War IIWorld War II bomb explodes at Japan airport
Next Article