Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીનના શોપિંગ મોલમાં લાગી ભયાનક આગ, 16 લોકોના મોત

ચીનના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ઝિગોંગ (Zigong) શહેરમાં એક 'શોપિંગ મોલ' (Shopping Mall) માં ભયાનક આગ (A terrible fire) ની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો (Video) પણ વાયરલ થયો છે, જેમાં કેટલાય કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. મોલમાં...
ચીનના શોપિંગ મોલમાં લાગી ભયાનક આગ  16 લોકોના મોત

ચીનના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ઝિગોંગ (Zigong) શહેરમાં એક 'શોપિંગ મોલ' (Shopping Mall) માં ભયાનક આગ (A terrible fire) ની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો (Video) પણ વાયરલ થયો છે, જેમાં કેટલાય કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. મોલમાં લાગેલી ભયાનક આગમાં 16 લોકોના મોત (16 People Dead) થયા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો દાઝી ગયા છે અને ઘાયલ (Injured) થયા છે. ચીનના સરકારી મીડિયાએ આ માહિતી આપી છે. રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે 6 વાગ્યા પછી, અગ્નિશામકો અને બચાવ ટીમને 14 માળના મોલમાં આગ લાગવાની માહિતી મળી, ત્યારબાદ બચાવકર્મીઓ સ્થળ પર પહોંચ્યા અને 75 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. બચાવ કાર્ય ચાલુ છે.

Advertisement

આગને શાંત કરવા લેવાઈ ડ્રોનની મદદ

આગનું કારણ અને ઘટના સમયે બિલ્ડિંગમાં કેટલા લોકો હાજર હતા તે તાત્કાલિક જાણી શકાયું નથી. આ મોલમાં 'ડિપાર્ટમેન્ટલ સ્ટોર', ઓફિસ, રેસ્ટોરન્ટ અને થિયેટર છે. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાં બિલ્ડિંગના નીચેના ભાગની બારીઓમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે, ત્યારબાદ આગ આખી બિલ્ડિંગને લપેટમાં લઈ રહી છે તે પણ જોઇ શકાય છે. ફાયર કર્મીઓએ આગ શાંત કરવા માટે પાણીનો વરસાદ કર્યો હતો. સ્થાનિક મીડિયા અનુસાર, આગ એટલી ભયાનક હતી કે ફાયર એન્જિન દ્વારા તેને ઓલવી શકાયું ન હતું. બાદમાં આ કામમાં ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી. આ પહેલા પણ ચીનમાં આગના આવા કિસ્સા નોંધાયા છે. સલામતીના ધોરણોમાં બેદરકારી અને નબળી જાળવણીના કારણે અહીં આગની ઘટનાઓ બનતી રહે છે. જાન્યુઆરીમાં, મધ્ય ચીનના શહેર ઝિન્યુમાં પણ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના કારણે એક સ્ટોરમાં ડઝનબંધ લોકોના મોત થયા હતા.

Advertisement

947 લોકોના મોત

ઝિંગોગ શહેરમાં મોલમાં લાગેલી આગના મામલાની તપાસ કરી રહેલા એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગના સ્થળે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક સ્પાર્ક થયો હતો અને પછી આગ ફાટી નીકળી. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. નેશનલ ફાયર એન્ડ રેસ્ક્યુ એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તા લી વાનફેંગે કહ્યું કે ચીનમાં આગની ઘટનાઓ સતત બની રહી છે. આ વર્ષની શરૂઆતથી 20 મેના થોડાક જ મહિનામાં આગની ઘટનાઓમાં 947 લોકોના મોત થયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 19 ટકા વધુ છે.

આ પણ વાંચો - Attack : આ નેતાઓ પર પણ થઈ ચૂક્યા છે ઘાતકી હુમલા,કોઇનો થયો બચાવ તો કોઈએ ગુમાવ્યો જીવ

Advertisement

Tags :
Advertisement

.