તાલિબાનનો એક નિર્ણય અફઘાનિસ્તાનની આખી પેઢીના ભવિષ્ય માટે બન્યો મોટો ખતરો
- તાલિબાનના સત્તા પર આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ
- અફઘાનિસ્તાન વિશ્વનો એકમાત્ર દેશ બન્યો જ્યાં છોકરીઓને માધ્યમિક શિક્ષણ મળતું નથી
- તાલિબાનના નિર્ણયને કારણે અફઘાનિસ્તાનમાં શિક્ષણ ક્ષેત્રે 20 વર્ષના વિકાસને નુકસાન
- તાલિબાનનો આ એક નિર્ણય અફઘાનિસ્તાનની એક આખી પેઢીના ભવિષ્ય માટે એક મોટો ખતરો
વર્ષ 2021માં તાલિબાન (Taliban) ના સત્તા પર આવ્યા બાદ અફઘાનિસ્તાન (Afghanistan) માં શિક્ષણ ક્ષેત્રે ખરાબ દિવસો (Bad Days) ની શરૂઆત થઇ હતી. દેશમાં 14 લાખથી વધુ છોકરીઓને શાળાએ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ નિર્ણયે અફઘાનિસ્તાનની એક આખી પેઢીના ભવિષ્યને અંધકારમય બનાવી દીધું છે.
યુનેસ્કોના રિપોર્ટમાં ઘટસ્ફોટ
યુનેસ્કોના રિપોર્ટ અનુસાર, તાલિબાન (Taliban) શાસનના માત્ર 3 વર્ષમાં 11 લાખથી વધુ છોકરા-છોકરીઓએ શાળા છોડી દીધી છે. આ એક ચિંતાજનક પરિસ્થિતિ છે. શાળા છોડનારા બાળકો બાળ મજૂરી અને બાળ લગ્ન જેવા ગુનાઓના શિકાર બની શકે છે. તાલિબાનના આ નિર્ણયને કારણે અફઘાનિસ્તાન વિશ્વનો એકમાત્ર દેશ બની ગયો છે જ્યાં છોકરીઓને માધ્યમિક શાળાઓ અને યુનિવર્સિટીમાં ભણવાની મંજૂરી નથી. દુનિયાના કોઈ પણ દેશે તાલિબાન શાસનને માન્યતા આપી નથી અને સંયુક્ત રાષ્ટ્રે મહિલાઓ પર લાદવામાં આવેલા નિયંત્રણોને લિંગ ભેદભાવ ગણાવ્યો છે.
લગભગ 14 લાખ છોકરીઓ પાસેથી શાળામાં જવાનો અધિકાર છીનવી લીધો
2021થી અફઘાનિસ્તાનમાં લગભગ 14 લાખ છોકરીઓ પાસેથી શાળામાં જવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આ સંખ્યામાં 3 લાખનો વધારો થયો છે. આ નિર્ણયથી અફઘાનિસ્તાનમાં શિક્ષણ ક્ષેત્રે લગભગ 20 વર્ષનો વિકાસ ઠપ્પ થઈ ગયો છે. તાલિબાન (Taliban) નો આ નિર્ણય માત્ર અફઘાનિસ્તાનની છોકરીઓના જ નહીં પરંતુ આખા દેશના ભવિષ્ય માટે એક મોટો ખતરો છે. શિક્ષણ એ દેશના વિકાસનું મુખ્ય સાધન છે અને જ્યારે અડધી વસ્તીને શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે ત્યારે દેશની પ્રગતિ અટકી જાય છે.
આ પણ વાંચો: રશિયની જાસૂસ હતી આ Whale! રહસ્યમય મોતને લઇને ચોંકાવનારા ખુલાસા