Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિજ્ઞાનમાં નવી ક્રાંતિ, હવે ભૂકંપનો થશે આગોતરો ઇશારો!

હવે મહિના પહેલા જ ભૂકંપની આગાહી બનશે શક્ય! મહિના પહેલા ભૂકંપની જાણ થશે: નવી વૈજ્ઞાનિક પદ્ધતિ ધરતીકંપ આગાહી માટે વૈજ્ઞાનિકોની અનોખી શોધ Earthquakes News : આજે વિશ્વમાં સમયાંતરે તમે ધરતીકંપ આયો હોવાનું સાંભળતા આવ્યા છો. ઘણા દેશોમાં વિનાશક ભૂકંપે...
વિજ્ઞાનમાં નવી ક્રાંતિ  હવે ભૂકંપનો થશે આગોતરો ઇશારો
  • હવે મહિના પહેલા જ ભૂકંપની આગાહી બનશે શક્ય!
  • મહિના પહેલા ભૂકંપની જાણ થશે: નવી વૈજ્ઞાનિક પદ્ધતિ
  • ધરતીકંપ આગાહી માટે વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Earthquakes News : આજે વિશ્વમાં સમયાંતરે તમે ધરતીકંપ આયો હોવાનું સાંભળતા આવ્યા છો. ઘણા દેશોમાં વિનાશક ભૂકંપે જન જીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. ત્યારે હવે વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપ (Earthquakes) ના કારણે થતી તબાહીને ટાળવાની એક નવી આશા જાગી છે. વૈજ્ઞાનિકો (Scientists) એ એક નવી પદ્ધતિ (New Method) વિકસાવી છે, જે ભૂકંપની આગાહી (Predict Earthquakes) મહિનાઓ પહેલાં કરી શકે છે. આ નવી પદ્ધતિને યુનિવર્સિટી ઓફ અલાસ્કા ફેરબેંક્સ (University of Alaska Fairbanks) ના વૈજ્ઞાનિકોએ વિકસાવી છે, જે ભૂતકાળમાં આવેલા મોટા વિસ્તારના ટેકટોનિક અશાંતિઓ (Tectonic Unrest) નો અભ્યાસ કરીને ભૂકંપની આગાહી કરવામાં મદદરૂપ થશે.

Advertisement

મશીન લર્નિંગનો ઉપયોગ

વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ આ અભ્યાસ જ્વાળામુખી વિસ્ફોટ અને ધરતીકંપની પૂર્વવર્તી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આવી ઘટનાઓની આગાહી કરવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે. અલાસ્કા યુનિવર્સિટીના જીઓફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટના સંશોધન સહાયક પ્રોફેસર તાર્સીલો ગિરોનાની આગેવાની હેઠળના આ અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ અલાસ્કા અને કેલિફોર્નિયામાં આવેલા બે મોટા ભૂકંપોના ડેટાનું વિશ્લેષણ કર્યું.

Advertisement

સંશોધન દરમિયાન શું મળ્યું?

વિશ્લેષણમાં તેઓએ શોધ્યું કે, 2018માં અલાસ્કામાં આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપ અને 2019માં કેલિફોર્નિયામાં 6.4 થી 7.1ની તીવ્રતાના ભૂકંપ પહેલા લગભગ 15% થી 25% દક્ષિણ-મધ્ય અલાસ્કા અને દક્ષિણ કેલિફોર્નિયામાં લગભગ 3 મહિના સુધી અસામાન્ય પરંતુ ઓછી તીવ્રતાના ભૂકંપની ઘટનાઓનો અનુભવ થયો હતો. વિશ્વના બે ભાગોમાં થયેલા આ અભ્યાસ દરમિયાન, વૈજ્ઞાનિકોએ નિર્ધારિત કર્યું કે મોટા પાયે ધરતીકંપ પહેલા નાના-મોટા ભૂકંપોના આંચકાઓ આવી શકે છે, જે રિક્ટર સ્કેલ પર 1.5 ની તીવ્રતાથી ઓછા હોય છે. આ સંકેતો ધરતીકંપના કારણે થનારી હાનિકારક અસરને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

Advertisement

પદ્ધતિ કેવી રીતે કાર્ય કરે છે

વિજ્ઞાનીઓએ એક કોમ્પ્યુટર એલ્ગોરિધમ લખ્યો છે, જે મશીનને ડેટા વિશે ઊંડાણપૂર્વક જાણવા અને આગાહી કરવા માટે સહાય કરે છે. આ પદ્ધતિ દ્વારા, અલાસ્કામાં 30 નવેમ્બરે આવેલા ભૂકંપના સંકેતો લગભગ ત્રણ મહિના પહેલા મળી શક્યા હતા. જો આ પદ્ધતિ સંપૂર્ણ રીતે કાર્યક્ષમ બનશે, તો આ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી સાબિત થશે, જે ભવિષ્યમાં ભૂકંપના કારણે થતી જાનહાની અને નુકસાનને ઘટાડવામાં સહાય કરી શકશે.

આ પણ વાંચો:  Russia-Ukraine War : રશિયામાં રસ્તાઓ પર બોમ્બમારો, યુક્રેનનો હુમલો કે પુતિનની ચાલાકી?

Tags :
Advertisement

.