સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 58 માં સત્રની સાતમી બેઠકમાં ભારતના પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે, ભારત પાકિસ્તાનની તરફથી કરાયેલા નિરાધાર અને દુર્ભાવનાપુર્ણ સંદર્ભોનો જવાબ આપવા માટે પોતાના અધિકારોનો પ્રયોગ કરી રહ્યું છે.
- પાકિસ્તાન નિષ્ફળ રાષ્ટ્રોની યાદીમાં ટોચ પર
- પાકિસ્તાન દર વખતે UN નો સમય ખરાબ કરે છે
- પાકિસ્તાનના નાગરિકો જ દેશના નેતાઓથી ખુશ નહી
નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 58 માં સત્રની સાતમી બેઠકમાં ભારતના પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે, ભારત પાકિસ્તાનની તરફથી કરાયેલા નિરાધાર અને દુર્ભાવનાપુર્ણ સંદર્ભોનો જવાબ આપવા માટે પોતાના અધિકારોનો પ્રયોગ કરી રહ્યું છે.
ભારતે સ્વિત્ઝરલેન્ડના જિનિવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ની બેઠકમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. પાકિસ્તાન દ્વારા યુએનમાં ફરી એકવાર કાશ્મીરનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. જે મામલે ભારતે પાકિસ્તાનની આબરૂના ધજાગરા કર્યા હતા. સંયુક્ત રાષટ્રમાનવાધિકાર પરિષદના 58 માં સત્રની સાતમી બેઠકમાં ભારતનના પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે, ભારત, પાકિસ્તાનની તરફતી કરાયેલા નિરાધાર અને દુર્ભાવનાપુર્ણ સંદર્ભોનો જવાબ આપવા માટે પોતાના અધિકારોનો પ્રયોગ કરી રહ્યું છે.
UN નો સમય ખરાબ કરી રહ્યું છે પાકિસ્તાન
આ જોવું ખુબ જ દુખદ છે કે પાકિસ્તાનના તથાકથિત નેતા અને પ્રતિનિધિ કાશ્મીર મામલે સતત અસત્ય ફેલાવી રહ્યા છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય નિયમોની મજાક ઉડાવી રહ્યું છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હંમેશાથી ભારતનો અભિન્ન હિસ્સો રહ્યો છે અને રહેશે.
ભારત હાલ ખુબ જ પ્રગતી કરી રહ્યું છે
ગત્ત થોડા વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા અભૂતપુર્વ રાજનીતિક, સામાજિક અને આર્થિક પ્રગતિ ઘણું કહી જાય છે. આ સફળતાઓ સરકારની તે પ્રતિબદ્ધતામાં લોકોનાં વિશ્વાસનું પ્રમાણ છે. જે દશકોથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી પ્રભાવિત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસ કરી રહ્યું છે.
માનવતાના તમામ પેરામિટર્સનું ઉલ્લંઘન થઇ રહ્યું છે
એક એવો દેશ જ્યાં માનવાધિકારોનું હનન, લઘુમતીઓનું ઉત્પીડન અને લોકશાહીના મુલ્યોનું પતન તેની નીતિઓનો હિસ્સો છે. જ્યાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓને આશ્રય અપાય છે, તેવામાં કોઇને પણ ઉપદેશ આપવાની સ્થિતિમાં પાકિસ્તાન નથી. ભારત પર ધ્યાન આપવાના બદલે પાકિસ્તાને પોતાના પર ધ્યાન આપવાની જરૂર છે. આ દુર્ભાગ્યપુર્ણ છે કે, આ પરિષદનો સમય એક અસફળ રાષ્ટ્ર દ્વારા બરબાદ કરવામાં આવી રહ્યો છે જે પોતે જ અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. ભારતનું ધ્યાન લોકશાહી, વિકાસ અને પોતાના લોકોના સન્માન સુનિશ્ચિત કરવા પર છે. આ એવા મુલ્યો છે જેનાથી પાકિસ્તાને ઘણું શિખવું જોઇએ.