Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાંગ્લાદેશમાં હિદુઓ પર થયેલા હુમલાને લઈને કેનેડાની સંસદમાં થઈ ચર્ચા

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા, કેનેડાની સંસદમાં ચિંતા કેનેડાના સંસદે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાની નિંદા કરી ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ આ મામલે વ્યક્ત કરી ચિંતા ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય (Indian-origin Canadian MP Chandra Arya) એ બાંગ્લાદેશમાં...
બાંગ્લાદેશમાં હિદુઓ પર થયેલા હુમલાને લઈને કેનેડાની સંસદમાં થઈ ચર્ચા
  • બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા, કેનેડાની સંસદમાં ચિંતા
  • કેનેડાના સંસદે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાની નિંદા કરી
  • ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ આ મામલે વ્યક્ત કરી ચિંતા

ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય (Indian-origin Canadian MP Chandra Arya) એ બાંગ્લાદેશમાં હિંદુઓ (Hindus in Bangladesh) વિરુદ્ધ વધતી હિંસાના મુદ્દા પર ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, તેઓ બાંગ્લાદેશમાં હિદુઓ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ થતી હિંસા અંગે ખૂબ જ ચિંતિત છે. તેમના અનુસાર, બાંગ્લાદેશમાં અસ્થિરતાના સમયે, ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓને ખાસ ભોગ બનવું પડે છે.

Advertisement

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની ચિંતાઓ

કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યે જણાવ્યું કે, બાંગ્લાદેશની 1971 માં નવા દેશ તરીકે રચના પછીથી, તેમાં ધાર્મિક લઘુમતીઓની સંખ્યા ઝડપથી ઘટી છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં રહેતા કેનેડિયન હિંદુઓના પરિવારો પોતાના પરિવારના સભ્યો અને તેમની સંપત્તિની સુરક્ષાને લઈને ચિંતિત છે. સપ્ટેમ્બરની 23મી તારીખે, તેઓ સંસદની સામે એક રેલી યોજવાનો સમય નક્કી કરી રહ્યા છે, જેમાં બાંગ્લાદેશમાં હિંદુઓની હાલની સ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવશે. આ રેલીમાં બાંગ્લાદેશમાં રહેતા કેનેડિયન બૌદ્ધ અને ખ્રિસ્તીઓના પરિવારો પણ જોડાશે.

Advertisement

શેખ હસીનાના પોતાના દેશમાંથી પલાયન થયા બાદથી બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં હિંસા આજે પણ ચાલુ હોવાના અહેવાલ છે. ત્યારે મળતી માહિતી અનુસાર, આ દેશના 27 જિલ્લાઓમાં હિંદુઓ પર આજે પણ હુમલા થઇ રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશના જમાત-એ-ઈસ્લામીએ સ્વીકાર્યું છે કે શેખ હસીનાના રાજીનામા બાદ, લઘુમતીઓને ખાસ કરીને હિંદુઓને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યું છે. સાથે જ, અવામી પાર્ટીના નેતાઓની પણ હત્યા થવાની ઘટનાઓ સામે આવી રહી છે.

ચંદ્ર આર્ય કોણ છે?

ચંદ્ર આર્ય ભારતીય મૂળના કેનેડિયન સાંસદ છે. તે મૂળ કર્ણાટકના છે. 2 વર્ષ પહેલા, તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જ્યારે તે કેનેડાની સંસદમાં તેમની માતૃભાષા કન્નડમાં બોલતા જોવા મળ્યા હતા. ચંદ્ર આર્ય, કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં નેપિયન, ઓન્ટારિયોના ચૂંટણી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે, તે કર્ણાટકના તુમકુટ જિલ્લાના છે.

Advertisement

આ પણ વાંચો:  US : Donald Trump પર હુમલો કરતા પહેલા Ryan Routh એ ઘડ્યું હતું ભયાનક કાવતરું...

Tags :
Advertisement

.