Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેરોકટોક કબૂતરબાજી : અમેરિકાએ 97 હજાર ભારતીયોને ઘૂસણખોરી કરતા એક વર્ષમાં પકડ્યા

USA માં ઘૂસણખોરી કરતા 96,917 ભારતીયો (Indians) ને પકડવામાં આવ્યા હોવાનો એક અહેવાલ જારી થયો છે. યુએસ કસ્ટમ અને સીમા સુરક્ષા (US Customs and Border Protection) વિભાગે મેક્સિકો અને કેનેડા બોર્ડર પરથી તમામ ઘૂસણખોરોને પકડ્યા છે. પકડાયેલા ભારતીય ઘૂસણખોરોમાં મોટાભાગના...
બેરોકટોક કબૂતરબાજી   અમેરિકાએ 97 હજાર ભારતીયોને ઘૂસણખોરી કરતા એક વર્ષમાં પકડ્યા

USA માં ઘૂસણખોરી કરતા 96,917 ભારતીયો (Indians) ને પકડવામાં આવ્યા હોવાનો એક અહેવાલ જારી થયો છે. યુએસ કસ્ટમ અને સીમા સુરક્ષા (US Customs and Border Protection) વિભાગે મેક્સિકો અને કેનેડા બોર્ડર પરથી તમામ ઘૂસણખોરોને પકડ્યા છે. પકડાયેલા ભારતીય ઘૂસણખોરોમાં મોટાભાગના ગુજરાત અને પંજાબના લોકો છે. છેલ્લાં કેટલાય દસકોથી ગુજરાતી અને પંજાબી ગમે તે ભોગે અમેરિકા (USA) જવા માટે પ્રયત્નશીલ રહ્યાં છે. કબૂતરબાજીનું નેટવર્ક (Illegal Immigration Scam) ચલાવતા એજન્ટો તેનો ભરપૂર લાભ ઉપાડી રહ્યાં છે.

Advertisement

અમેરિકાએ આંકડા જાહેર કર્યા : US Customs and Border Protection (યુએસ કસ્ટમ અને સીમા સુરક્ષા) વિભાગના આંકડા અનુસાર ઓક્ટોબર-2022થી સપ્ટેમ્બર-2023 દરમિયાન 96,917 ભારતીયો ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા પકડાયા છે. મેક્સિકો બોર્ડર પરથી 41,770 અને કેનેડા બોર્ડર પરથી 30,010 લોકોને પકડવામાં આવ્યા છે. પકડાયેલા ભારતીયોમાં 730 તો સગીર વયના છે. પાછલા ચાર વર્ષના આંકડા જોઈએ તો, વર્ષ 2019-2020માં 19,883, વર્ષ 2020-2021માં 30,662 અને વર્ષ 2021-22માં 63,927 ભારતીયોને અમેરિકાની એજન્સી (USCBP) એ પકડ્યા છે.

કેવી રીતે કરે છે ઘૂસણખોરી : કબૂતરબાજીનું રેકેટ ચલાવતા એજન્ટો US વાંચ્છુ ભારતીયોને જુદાજુદા દેશમાં લઈ ગયા બાદ કેનેડા તેમજ દક્ષિણ અમેરિકાના દેશોમાં પહોંચાડે છે. અમેરિકામાં કેનેડા બોર્ડર (Canada Border) અને મેક્સિકો બોર્ડર (Mexico Border) થી મોટા પ્રમાણમાં ઘૂસણખોરીનું નેટવર્ક ચાલે છે. કેનેડાથી ટ્ર્કમાં છુપાવીને, જળ માર્ગે તેમજ વાતાવરણનો લાભ લઈને સરહદ ઓળંગવામાં એજન્ટો મદદ કરે છે. જ્યારે મેક્સિકો બોર્ડર પર સુરક્ષા દળના જવાનોની નજર ચૂકવી, ટ્રમ્પ વોલ (Trump Wall) ઓળંગીને તેમજ જળ માર્ગે ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવે છે.

Advertisement

કબૂતરબાજ 11 મહિનાથી જેલમાં : ગુજરાતમાં કામ કરતા કબૂતરબાજોમાં પ્રથમ ક્રમે આવતો બોબી પટેલ (Bobby Patel) 11 મહિનાથી જેલમાં છે. સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) બોબી પટેલ, ચરણજીતસિંઘ, અનિલ પટેલ મોખાસણ (Anil Patel Mokhasan) સહિત 18 શખ્સો સામે કબૂતરબાજીનો કેસ નોંધ્યો હતો અને તે કેસમાં અત્યારસુધી કુલ 5 આરોપીઓની ધરપકડ થઈ છે. કેનેડા અને અમેરિકામાં રહેતો ચરણજીતસિંઘ ભારતીયોને મેક્સિકો બોર્ડરથી ઘૂસણખોરી કરાવવાનું નેટવર્ક સંભાળી રહ્યો છે. બોબી પટેલ જેલમાંથી છૂટવા માટે અનેક પ્રયાસ કરી ચૂક્યો છે. તાજેતરમાં જ હાઈકોર્ટે (High Court of Gujarat) બોબી પટેલના જામીન ના મંજૂર કરી દીધા છે. બોબી પટેલ સાથેની સાંઠગાંઠના કારણે SMC ના તત્કાલિન પીઆઈ જવાહર દહિયા (PI J H Dahiya) ને સસ્પેન્ડ થવું પડ્યું હતું. જ્યારે અન્ય પીઆઈ ધવલ શિમ્પી (PI D D Shimpi) ની SMC માંથી બદલી કરી પરત કરી દેવાયા હતા.

અનેક લાપતા, અનેક મોતને ભેટ્યા : ડીંગુચાનો પટેલ પરિવાર (Dingucha Family) અને ટ્રમ્પ વોલ પરથી પટકાતા કલોલના બ્રિજભૂષણ યાદવનું મોત આવા અનેક સમાચાર તમે વાંચ્યા, જોયા હશે. તાજેતરમાં જ એક દંપતિનું અપહરણ કરી તહેરાન (Tehran) માં લાખો રૂપિયાની ખંડણી વસૂલવામાં આવી છે. 9 ગુજરાતીઓ ગુમ થઈ ગયા છે અને તેમની કોઈ ભાળ આજદિન સુધી મળી નથી. ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકા જવા નીકળેલા ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની લ્હાયમાં અનેક ગુજરાતીઓએ લાપતા બન્યા છે તો કેટલાંકે તો જીવ પણ ગુમાવ્યા છે. ગેરકાયદેસર રીતે અમેરિકા જતા લોકો સાથે કોઈ અઘટિત ઘટના બને તો એજન્ટો ભોગ બનનારના સ્વજનો સાથે સંપર્ક કરીને મોટી રકમ ચૂકવી સમાધાન કરી લે છે.

Advertisement

આ પણ વાંચો - China ને મોટો ફટકો… ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપી ગતિ પર ફિદા UAE, કરશે 50 અબજ ડોલરનું રોકાણ!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.