Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DONALD TRUMP ની રેલીમાં જીવ ગુમાવનાર વ્યક્તિ કોણ હતો? પરિવારને બચાવવા જતા ગયો હતો જીવ

અમેરિકામાં DONALD TRUMP ઉપર થયેલા હુમલાની ચર્ચા હાલ સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે. પેન્સિલવેનિયામાં તેઓ પોતાના ચૂંટણી પ્રચાર માટે એક રેલી કરી રહ્યા હતા, તે સમય દરમિયાન તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. DONALD TRUMP ઉપર થયેલા આ હુમલામાં...
donald trump ની રેલીમાં જીવ ગુમાવનાર વ્યક્તિ કોણ હતો  પરિવારને બચાવવા જતા ગયો હતો જીવ

અમેરિકામાં DONALD TRUMP ઉપર થયેલા હુમલાની ચર્ચા હાલ સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે. પેન્સિલવેનિયામાં તેઓ પોતાના ચૂંટણી પ્રચાર માટે એક રેલી કરી રહ્યા હતા, તે સમય દરમિયાન તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. DONALD TRUMP ઉપર થયેલા આ હુમલામાં તેમના એક સમર્થનનું મોત થયું હતું. જીવ ગુમાવનાર વ્યક્તિ કોણ હતો, કેવી રીતે તેની સાથે કેવી રીતે આ ઘટના બની તેના વિશે આ અહેવાલમાં જાણીએ

Advertisement

મૃતકની ઓળખ Corey Comperatore તરીકે થઈ

ટ્રમ્પ ઉપર થયેલા હુમલામાં પોતાનો જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ ફાયર ફાઈટર કોરી કોમ્પેરેટર તરીકે થઈ છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, ટ્રમ્પની રેલીમાં ગોળીબાર દરમિયાન કોરી કોમ્પેરેટરે પોતાના પરિવારની રક્ષા કરતા પોતાનો જીવ આપી દીધો હતો. અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર, કોરી અગાઉ બફેલો ટાઉનશીપ સ્વયંસેવક ફાયર વિભાગના ચીફ તરીકે ફરજ બજાવતા હતા.

શું કહ્યું મૃતકના પરિવારજનોએ

Advertisement

મૃતકના બહેન દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં તેને પોતાના ભાઈ વિશે લખ્યું હતું કે, ટ્રમ્પની રેલીએ મારા ભાઈ કોરી કોમ્પેટરનો જીવ લઈ લીધો. એક માણસની નફરત એ માણસનો જીવ લીધો જેને આપણે સૌથી વધુ પ્રેમ કરતા હતા. વધુમાં તેમણે એમ પણ ઉમેર્યું હતું કે કોરી એક શ્રેષ્ઠ પિતામ ભાઈ અને પુત્ર હતા.

મૃતક DONALD TRUMP નો પણ કટ્ટર સમર્થક હતો

પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરોએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે, કોરી એક હીરોની જેમ મૃત્યુ પામ્યા. તે પોતાના પરિવારને બચાવવા રેલીમાં કૂદી પડ્યો હતો. તે આપણા બધામાં શ્રેષ્ઠ હતો. કોરીને પત્ની અને બે પુત્રીઓ પણ છે.સામે આવી રહેલી વિગતોના અનુસાર મૃતક ટ્રમ્પનો પણ કટ્ટર સમર્થક હતો.

Advertisement

આ પણ વાંચો :  North Korea : દક્ષિણ કોરિયાનું ડ્રામા જોવા બદલ 30 કિશોરોને ગોળી મારી

Tags :
Advertisement

.