Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વૈજ્ઞાનિકોને ચંદ્ર પર મળી એક અનોખી ગુફા, શું મનુષ્ય માટે કાયમી ઘર સાબિત થશે?

Cave on Moon : ચંદ્ર પર માનવ જીવનને વસાવવા માટે નાસાના વૈજ્ઞાનિકો (NASA Scientists) વર્ષોથી પ્રયત્ન કરે છે. પણ હવે જે વૈજ્ઞાનિકોના હાથમાં આવ્યું છે તેનાથી તમે પણ ચોંકી જશો. જીહા, વૈજ્ઞાનિકોને ચંદ્ર (Moon) પર એક એવી વસ્તુ મળી છે,...
વૈજ્ઞાનિકોને ચંદ્ર પર મળી એક અનોખી ગુફા  શું મનુષ્ય માટે કાયમી ઘર સાબિત થશે

Cave on Moon : ચંદ્ર પર માનવ જીવનને વસાવવા માટે નાસાના વૈજ્ઞાનિકો (NASA Scientists) વર્ષોથી પ્રયત્ન કરે છે. પણ હવે જે વૈજ્ઞાનિકોના હાથમાં આવ્યું છે તેનાથી તમે પણ ચોંકી જશો. જીહા, વૈજ્ઞાનિકોને ચંદ્ર (Moon) પર એક એવી વસ્તુ મળી છે, જેના કારણે ત્યાં માનવ વસાહત સ્થાપિત થવાની સંભાવનાઓ ઘણી વધી ગઈ છે. વૈજ્ઞાનિકોને અહીં 100 મીટર ઊંડી ગુફા મળી છે, જે મનુષ્ય માટે કાયમી ઘર સાબિત થઈ શકે છે.

Advertisement

વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર શોધી ગુફા

સંશોધકોનું માનવું છે કે આવી સેંકડો ગુફાઓ ચંદ્ર પર હોઈ શકે છે. આ શોધ એટલા માટે પણ મહત્વની છે કારણ કે વિશ્વભરના દેશો ચંદ્ર પર મનુષ્યને વસાવવા માંગે છે, પરંતુ ત્યાંથી નીકળતા રેડિયેશનથી તેમને બચાવવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ત્યાંનું હવામાન પણ ખૂબ જ પડકારજનક હોઈ શકે છે. અવકાશમાં જનારા પ્રથમ બ્રિટિશ અવકાશયાત્રી હેલેન શરમને એક મીડિયા હાઉસની સાથે વાત કરતા કહ્યું હતું કે, શોધાયેલી આ નવી ગુફા મનુષ્ય માટે સારો આધાર બની શકે છે. એવી અપેક્ષા છે કે આવનારા 20-30 વર્ષમાં મનુષ્ય ચંદ્ર પર રહેવાનું શરૂ કરશે. પરંતુ તે એમ પણ કહે છે કે આ ગુફા એટલી ઊંડી છે કે અવકાશયાત્રીઓને ત્યાં ઉતરવા માટે જેટ પેક અથવા લિફ્ટની જરૂર પડી શકે છે.

Advertisement

તેઓએ ગુફા શોધી કાઢી

ઈટાલીની ટ્રેન્ટો યુનિવર્સિટીના લોરેન્ઝો બ્રુઝોન અને લિયોનાર્ડો કેરેરે રડારની મદદથી આ ગુફા શોધી કાઢી છે. રડારનો ઉપયોગ કરીને, તેઓએ ચંદ્રની ખડકાળ સપાટી પરના છિદ્ર દ્વારા અંદર જોવાનો પ્રયાસ કર્યો. આ ગુફા એટલી વિશાળ છે કે તેને કોઈપણ સાધન વિના પણ પૃથ્વી પરથી જોઈ શકાય છે અને આ એ જ જગ્યા છે જ્યાં 1969માં એપોલો 11 ઉતર્યું હતું. આ ગુફામાં ચંદ્રની સપાટીને જોઈને એક સ્કાયલાઇટ છે અને નીચે એક માર્ગ છે, જે કદાચ વધુ ભૂગર્ભમાં જાય છે.

કેટલી ઉંડી છે આ ગુફા ?

તારણો દર્શાવે છે કે મેર ટ્રાન્ક્વિલિટીસ ક્રેટર, ચંદ્ર પર સૌથી ઊંડો જાણીતો ખાડો, આશરે 45 મીટર પહોળો અને 80 મીટર લાંબી ગુફા તરફ દોરી જાય છે. આ ગુફા, જે ચંદ્રની સપાટીથી લગભગ 150 મીટર નીચે સ્થિત છે, તે લગભગ 14 ટેનિસ કોર્ટના ક્ષેત્રફળની સમકક્ષ છે. યુનિવર્સિટી ઓફ ટ્રેન્ટો, ઇટાલીના લોરેન્ઝો બ્રુઝોને ગુફાને "સંભવતઃ ખાલી લાવા ટ્યુબ" તરીકે વર્ણવી હતી. તેમણે સલાહ આપતા કહ્યું કે, આવી સુવિધાઓ ભવિષ્યના ચંદ્ર સંશોધકો માટે કુદરતી આશ્રયસ્થાન તરીકે સેવા આપી શકે છે.

Advertisement

આ ગુફા અબજો વર્ષો પહેલા બની હશે

એવું માનવામાં આવે છે કે આ ગુફા અબજો વર્ષ પહેલા બની હશે જ્યારે ચંદ્ર પર લાવા વહી રહ્યો હતો અને તેના કારણે પત્થરોની વચ્ચે એક ટનલ બની હશે. પૃથ્વી પર બરાબર એવી જ સ્થિતિ સ્પેનના લેન્ઝારોટે નજીક જ્વાળામુખીની બનેલી ગુફાઓની છે. પ્રોફેસર કારે કહ્યું કે સંશોધકોએ અભ્યાસ માટે આ ગુફાઓની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો - Earth Rotation Video: વૈજ્ઞાનિકોનું કહેલું સાબિત થયું સત્ય, જુઓ ગોળ ફરતી ધરતીનો વિડીયો

આ પણ વાંચો - હવે એલિયન્સને જોવા NASA માટે ડાબા હાથનો ખેલ!

Tags :
Advertisement

.