Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kanye West Bianca Censori Banned : ફેમસ રેપરની પત્નીએ પહેર્યા અર્ધનગ્ન કપડા, રેસ્ટોરન્ટે કહ્યું હવે 'No Entry'

Kanye West Bianca Censori Banned : કપડા પહેરવાની પણ એક રીત હોય છે. જેવો દેશ તેવો પહેરવેશ. પણ ઘણીવાર અમુક લોકો એવા કપડા પહેરી જાહેર જગ્યાએ આવી જાય છે જ્યા વિવાદ શરૂ થઇ જાય છે. જણાવી દઇએ કે, એક પ્રસિદ્ધ...
kanye west bianca censori banned   ફેમસ રેપરની પત્નીએ પહેર્યા અર્ધનગ્ન કપડા  રેસ્ટોરન્ટે કહ્યું હવે  no entry
Advertisement

Kanye West Bianca Censori Banned : કપડા પહેરવાની પણ એક રીત હોય છે. જેવો દેશ તેવો પહેરવેશ. પણ ઘણીવાર અમુક લોકો એવા કપડા પહેરી જાહેર જગ્યાએ આવી જાય છે જ્યા વિવાદ શરૂ થઇ જાય છે. જણાવી દઇએ કે, એક પ્રસિદ્ધ ગાયક અને રેપર પર રેસ્ટોરન્ટમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં તેની પત્નીના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે આ પ્રતિબંધનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. સૌથી પહેલા તો ચાલો જાણીએ કોણ છે એવા સેલિબ્રિટી કપલ જેમની સાથે આ મોટો વિવાદ થયો?

રેસ્ટોરન્ટમાં હવે આ કપલને No Entry

કેન્યે વેસ્ટ (Kanye West) અને તેની પત્ની બિયાન્કા સેન્સોરી એક નવા વિવાદમાં આવી ગયા છે. કિમ કાર્દાશિયાના પૂર્વ પતિ અને તેની પત્ની બિયાન્કા સેન્સોરીએ કંઈક એવું કર્યું જેના કારણે તેમના વિશે મીડિયામાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. વાસ્તવમાં, બિયાન્કા સેન્સોરી શનિવારે તેના પતિ સાથે બ્રા કરતાં પણ નાનું ટોપ પહેરીને ચાલતી જોવા મળી હતી. આ નાનકડું ટોપ પહેરીને તે જમવા માટે એક રેસ્ટોરન્ટ પહોંચી હતી. બિયાન્કા સેન્સોરીના આ કપડાં જોઈને તમે પણ દંગ રહી જશો. જાણે શરમ અને શરીર છુપાવવા માટે દુનિયામાં કોઈ કપડા બચ્યા નથી. આવી હાલતમાં તે સ્થાનિક બાર્બેક્યૂ રેસ્ટોરન્ટમાં પહોંચી, ત્યારબાદ રેસ્ટોરન્ટના માલિકોએ કપલને તેમની રેસ્ટોરન્ટમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો. એટલે કે કપડા હવે કપલ માટે સમસ્યા બની ગયા છે. હવે જો તેઓ ફરીથી તે જગ્યાએ જમવા જવા માંગતા હોય તો તેમને પ્રવેશ મળશે નહીં. હવે બિયાન્કા સેન્સોરીના આ વિવાદાસ્પદ બ્રા સ્ટાઇલ ટોપ આઉટફિટની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ તેજ થઈ ગઈ છે. દરેક વ્યક્તિ આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. તેમજ બિયાન્કા સેન્સોરીના કપડા જોઈને બધા દંગ રહી ગયા છે.

Advertisement

Advertisement

કિમ કર્દાશિયાના ભારતમાં વખાણ

ઉલ્લેખનીય છે કે, જ્યા એક તરફ કેન્યે વેસ્ટની પૂર્વ પત્ની કિમ કર્દાશિયા ભારતમાં મુકેશ અંબાણીના દિકરાના લગ્નમાં ભારતીય પોષાકમાં જોવા મળી હતી જેના કારણે તેના ખૂબ વખાણ થયા છે. તો બીજી તરફ કેન્યે વેસ્ટની પત્ની બિયાન્કા સોન્સોરીને તેના વિવાદાસ્પદ બ્રા સ્ટાઇલ ટોપ આઉટફિટના કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહી છે.

આ પણ વાંચો - શંકા થઇ તો પત્ની પર ડ્રોન કેમેરાથી નજર રાખી, પછી જે સામે આવ્યું તેણે પતિના રૂંવાડા ઉભા કરી દીધા

આ પણ વાંચો - School Counsellor Luisa Melchionne: શાળાની મહિલા સંચાલકે સગીર વિદ્યાર્થીને તેના નગ્ન ફોટો અને વિડીયો મોકલ્યા

Tags :
Advertisement

.

×