Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congo ના એક ગામમાં ભયાનક નરસંહાર, 9 સૈનિકો સહિત 72 લોકોના મોત...

Congo ના એક ગામ પર હથિયારધારી માણસો દ્વારા કરવામાં આવેલા હુમલામાં નવ સૈનિકો અને એક સૈનિકની પત્ની સહિત ઓછામાં ઓછા 72 લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમીનને લઈને સંઘર્ષમાં Congo ની રાજધાની નજીક લશ્કરી હુમલામાં ઓછામાં...
congo ના એક ગામમાં ભયાનક નરસંહાર  9 સૈનિકો સહિત 72 લોકોના મોત

Congo ના એક ગામ પર હથિયારધારી માણસો દ્વારા કરવામાં આવેલા હુમલામાં નવ સૈનિકો અને એક સૈનિકની પત્ની સહિત ઓછામાં ઓછા 72 લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમીનને લઈને સંઘર્ષમાં Congo ની રાજધાની નજીક લશ્કરી હુમલામાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા હતા. હરીફ સમુદાયો વચ્ચે હિંસા વધુ તીવ્ર બની છે. આ હુમલો રાજધાની કિંશાસાથી લગભગ 100 કિલોમીટર પૂર્વમાં Kinsele ગામમાં થયો હતો.

Advertisement

બે વર્ષથી જમીન બાબતે સંઘર્ષ ચાલી રહ્યો છે...

વિસ્તારમાં અસલામતી અને નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે હુમલાની જાણ થવામાં દિવસો લાગી રહ્યા છે. Kinsele Kwamouth વિસ્તારમાં ટેકે અને યાકા સમુદાયો વચ્ચે બે વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે, જેના પરિણામે સેંકડો નાગરિકોના મોત થયા છે. હુમલાખોરો મોબોન્ડો મિલિશિયાના સભ્યો હતા. આ જૂથ પોતાને યાકા લોકોના રક્ષક તરીકે રજૂ કરે છે.

ઝાડીઓમાં અન્ય મૃતદેહોની શોધ ચાલુ છે...

Kwamouth વિસ્તારના પ્રાંતીય ડેપ્યુટી ડેવિડ બિસાકાએ ફોન દ્વારા જણાવ્યું હતું કે ઝાડીઓમાં અન્ય મૃતદેહોની શોધ ચાલુ છે. તેમણે કહ્યું કે સેના એક સપ્તાહમાં બીજી વખત મિલિશિયાને બહાર કરવામાં સફળ રહી છે. મોબોન્ડો મિલિશિયાએ સૌપ્રથમ શુક્રવારે ગામ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. શનિવારના હુમલામાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં નવ જવાનો અને એક સૈનિકની પત્નીનો સમાવેશ થાય છે.

Advertisement

Congo ની સેના હિંસા રોકવા માટે સંઘર્ષ કરી રહી છે...

એપ્રિલ 2024 માં Congo ના પ્રમુખ ફેલિક્સ ત્શિસેકેદીની હાજરીમાં યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા હોવા છતાં, સમુદાયો વચ્ચે અથડામણ ચાલુ છે અને તાજેતરના અઠવાડિયામાં તે વધુ તીવ્ર બની છે. Congo ની સૈન્ય પણ દેશના પૂર્વમાં વધુ વ્યાપક હિંસા રોકવા માટે સંઘર્ષ કરી રહી છે. અહીંના ઘણા લોકો આ વિસ્તારના સોના અને અન્ય સંસાધનોમાં હિસ્સો ઇચ્છે છે.

આ પણ વાંચો : Bangladesh : અનામતના વિરોધમાં ઉગ્ર હિંસા, 15 પોલીસ કર્મીઓ સહિત 100 વિદ્યાર્થીઓ ઘાયલ…

Advertisement

આ પણ વાંચો : Couple intimate Viral Video: દરિયા કિનારે યુગલ શારીરિક સંબંધ બાંધતા લોકોએ આપ્યો ઠપકો

આ પણ વાંચો : US: ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સની ભારતીય પત્ની….

Tags :
Advertisement

.