Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈજિપ્તમાં PM નું ઉષ્માભર્યું સન્માન, ભારતીય સમુદાયમાં અનેરો ઉત્સાહ, મોદી મોદીની થઈ નારેબાજી, Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસના પ્રવાસે ઈજિપ્ત પહોંચી ગયા છે. મોદી ચાર દિવસીય US પ્રવાસથી સીધા ઇજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા. કૈરો એરપોર્ટ ખાતે ઈજિપ્તના PM મુસ્તફા મૈડબોલી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોદીની આ મુલાકાત દ્વિપક્ષીય વેપારના સંદર્ભમાં ખૂબ...
ઈજિપ્તમાં pm નું ઉષ્માભર્યું સન્માન  ભારતીય સમુદાયમાં અનેરો ઉત્સાહ  મોદી મોદીની થઈ નારેબાજી  video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસના પ્રવાસે ઈજિપ્ત પહોંચી ગયા છે. મોદી ચાર દિવસીય US પ્રવાસથી સીધા ઇજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા. કૈરો એરપોર્ટ ખાતે ઈજિપ્તના PM મુસ્તફા મૈડબોલી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોદીની આ મુલાકાત દ્વિપક્ષીય વેપારના સંદર્ભમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એરપોર્ટ પર પરંપરાગત બેન્ડ વગાડીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

Advertisement

આ પછી પીએમ મોદી એરપોર્ટથી હોટલ પહોંચ્યા હતા, જ્યાં લોકોએ મોદી-મોદી અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. અહીં ઇજિપ્તની યુવતી જેનાએ કૈરોમાં શોલે ફિલ્મનું ગીત 'યે દોસ્તી હમ નહીં તોડેંગે' ગાઈને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

Advertisement

વાસ્તવમાં, રાષ્ટ્રપતિ અલ-સીસીના આમંત્રણ પર પીએમ મોદી બે દિવસીય ઇજિપ્તની મુલાકાતે પહોંચ્યા છે. 27 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા ઈજિપ્તની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. વડાપ્રધાન મોદીએ કૈરોમાં ઉતરાણ કર્યા બાદ ટ્વીટ કર્યું, "મને વિશ્વાસ છે કે આ મુલાકાતથી ઇજિપ્ત સાથે ભારતના સંબંધો મજબૂત થશે. હું રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે વાતચીત કરવા અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ઉત્સુક છું."

Advertisement

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી આ વર્ષે આપણા 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો બંને દેશના વડાઓ વચ્ચે 6 મહિનામાં આ બીજી બેઠક હશે. મોદી અહીં ભારતીય મૂળના લોકોને પણ મળશે. આ સિવાય વડાપ્રધાન 1000 વર્ષ જૂની શિયા મસ્જિદ અલ-હકીમની પણ મુલાકાત લેશે.

ઇજિપ્ત ભારત પાસેથી આ મિસાઇલો ખરીદવા માંગે છે. ભારત તેના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ માટે ઇજિપ્ત તરફ પણ જોઈ રહ્યું છે, કારણ કે ઇજિપ્ત તેના લશ્કરી હાર્ડવેરના સતત વિસ્તરણ અને પરિવર્તન પર વિચાર કરી રહ્યું છે. ઇજિપ્ત પણ ભારત પાસેથી તેજસ લાઇટ એરક્રાફ્ટ ખરીદવામાં રસ દાખવી રહ્યું છે. આ ઉપરાંત HAL દ્વારા ભારતમાં ઉત્પાદિત સુખોઈ-30 MKI અને તેના પાર્ટ્સ પણ ભારતમાં જ ઉત્પાદન કરવાની કુશળતા ધરાવે છે, જે ઈજિપ્તને બતાવી શકાય છે.

ઈજિપ્તને રોકાણની આશા

ઈજિપ્ત તેના સુએજ નહેર ઝોનને ભારતીય વ્યવસાયો માટે એક મુખ્ય રોકાણ સંભાવના તરીકે જુએ છે. ઉલ્લેખનીય છે કે સુએજ શહેર ભૂમધ્ય સાગરને લાલસાગર અને હિંદ મહાસાગર સાથે જોડનારા દુનિયાના મુખ્ય સ્ટ્રેટજિક ચોક પોઇન્ટમાંથી એક છે. સુએજ નેહરને ઈજિપ્ત દ્વારા નિયંત્રિત કરાય છે. જેની વૈશ્વિક કન્ટેન્ટર વેપારમાં 20 ટકાની ભાગીદારી છે.

ભારત માટે વેપારની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ

સુએજ નહેર ભારતીય વેપાર માટે મહત્ત્વપૂર્ણ છે. તેના માધ્યમથી દરરોજ ટ્રાન્સપોર્ટ કરાતા 4.8 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલમાંથી દરરોજ 5 લાખ ક્રૂડ ઓઈલ બેરલ ભારત મોકલાય છે. સુએજ નહેર ઝોનના ડેવલપમેન્ટ એક્સિસમાં અનેક ઈન્ડસ્ટ્રિયલ અને લોજિસ્ટિક સેક્ટર સામેલ છે.

ઇજિપ્તની અલ-હકીમ મસ્જિદ વિશે ખાસ વાતો

અલ-હકીમ મસ્જિદ ઇજિપ્તની રાજધાની કૈરોમાં બાબ અલ-ફુતુહની બાજુમાં સ્થિત છે. તેનો પાયો ફાતિમિદ ખલીફા અલ-અઝીઝ દ્વિ-ઈલાહ નિઝર દ્વારા વર્ષ 990 માં નાખવામાં આવ્યો હતો. જે વર્ષ 1013માં અલ-અઝીઝ બી-ઈલાહ નિઝરના પુત્ર અલ-હકીમના શાસન દરમિયાન પૂર્ણ થયું હતું. તે ઇજિપ્તના સૌથી જૂના ઇસ્લામિક સ્મારકોમાંનું એક માનવામાં આવે છે. ઉપરાંત, અલ-હકીમ, જેણે તેને તૈયાર કર્યો, તે ઇજિપ્ત પર શાસન કરનાર સૌથી પ્રખ્યાત ખલીફાઓમાંનો એક હતો. આ મસ્જિદને જબલ મશબીહ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Tags :
Advertisement

.