ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય કૂટનીતિનો 'વિજય : કતાર જેલમાં બંધ 8 પૂર્વ સૈનિકોને રાહત

કતારમાં 8 પૂર્વ નેવી અધિકારીને સજાનો કેસ ફાંસીની સજાને કેદમાં બદલવામાં આવી નેવીના 8 પૂર્વ અધિકારીને અપાઈ હતી સજા વિદેશ મંત્રાલયે આપી જાણકારી   ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓ કતારની જેલમાં બંધ છે, જેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી....
05:45 PM Dec 28, 2023 IST | Hiren Dave

 

ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓ કતારની જેલમાં બંધ છે, જેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ લોકોએ સજા વિરુદ્ધ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જોકે હાલ કતાર જેલમાં બંધ 8 ભારતીય સૈનિકોને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કતાર કોર્ટે 8 ભારતીય સૈનિકોને ફાસીની સજા પર રોક લગાવામાં આવી છે. આ ભારતીય નૈકાદળના જવાનો વતન વાપસી થશે.

 

કતાર કોર્ટે 8 ભારતીય સૈનિકોને ફાંસીની સજા પર રાહત

મળતી માહિતી મુજબ કતારમાં જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડ પર રોક લગાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કતાર કોર્ટે ફાંસીની સજાને કેદમાં બદલવાનો નિર્ણય કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કતારની કોર્ટમાં આઠને આપવામાં આવેલી ફાંસીની સજા અંગે અપીલ કરી હતી. આ પૂર્વ અધિકારીઓ ગયા વર્ષે ઓગસ્ટથી જેલની સજા કાપી રહ્યા છે. તેને કયા આરોપમાં મોતની સજા સંભળાવવામાં આવી તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ જાણકારોનું કહેવું છે કે જાસૂસીના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે કતારની અદાલતે 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર ત્રણ વખત સુનાવણી કરી છે. ભૂતપૂર્વ કર્મચારીઓ વતી તેમને આપવામાં આવેલી ફાંસીની સજા સામે કતાર કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. બાગચીએ કહ્યું કે ભારત તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કામ કરી રહ્યું છે. જાસૂસીના કેસમાં 8 ભૂતપૂર્વ કર્મચારીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જોકે કતાર કોર્ટે 8 ભારતીય સૈનિકોને ફાસીની સજા પર રાહત આપી છે. આ તમામ જવાનો પોતાના વતન વાપસી થઇ શકે છે.

શું છે સમગ્ર મામલો?

8 ભારતીય નાગરિકો કતાર કોર્ટમાં મૃત્યુદંડનો સામનો કરી રહ્યા હતા. તેમાં એવા અધિકારીઓનો સમાવેશ થાય છે જેમણે ભારતીય નૌકાદળમાં ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો પર સેવા આપી છે. 26 ઓક્ટોબરે કતાર કોર્ટે આ 8 લોકોને મોતની સજા સંભળાવી હતી. સજા સંભળાવતા પહેલા, તેને કોઈપણ સુનાવણી વિના એક વર્ષ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. આ તમામ જવાનો પર જાસૂસીનો આરોપ છે. ભારતે કહ્યું છે કે કોર્ટના નિર્ણયને સાર્વજનિક પણ કરવામાં આવ્યો નથી. જોકે આજ રોજ કતાર જેલમાં બંધ 8 ભારતીય સૈનિકોને રાહતનો સશ્વસ લીધો છે કોર્ટે ફાસીની સજા પર રોક લગાવી છે.

આ તમામ ભૂતપૂર્વ નેવી અધિકારીઓ ગયા વર્ષે ઓગસ્ટથી કતારની જેલમાં છે. કતારે હજુ સુધી તેમના પર લાગેલા આરોપો અંગે માહિતી આપી નથી. આ 8 ભૂતપૂર્વ મરીનમાં કમાન્ડર પૂર્ણન્દુ તિવારી (આર) પણ સામેલ છે, જેમને રાષ્ટ્રપતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. 2019 માં, તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પ્રવાસી ભારતીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

આ  પણ  વાંચો -ચીનની AI સિસ્ટમ અમેરિકન સહિત વૈશ્વિક સ્તરે મુશ્કેલીમાં કરશે વધારો

 

Tags :
8 indians lodgedBig reliefIndiaIndian NavyInternationalQatarqatar reduced jail
Next Article