Two State Solution: ઈઝરાયેલ વિરુદ્ધ 3 દેશએ હુંકાર કર્યો, પેલેસ્ટાઈનીઓને મળશે નવો દેશ
Two State Solution: લાંબા સમયગાળાથી ગાઝા પર ભયાવહ હુમલો કરનાર દેશ ઈઝરાયેલ (Israel) ને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. Norway, Ireland અને Spain એટલે કે 3 દેશે પેસેલ્ટાઈન (Palestine) ને માન્યતા આપવા અંગે મત આપ્યો છે. નોર્વેના વડાપ્રધાન પીએમ જોનાસ ગાર સ્ટોરે (Jonas Gahr Støre) કહ્યું છે કે, આ ટૂ-સ્ટેટ નિર્ણય ઈઝરાયેલનના જ હિતમાં છે. તેના કારણે Israel ને પણ એક દેશ તરીકેની માન્યતા મળે અને તેની સાથે Gaza strip અને West Bank ના વિસ્તારોમાં વિસ્તારેલા Palestine ને પણ એક દેશ તરીકે માન્યતા મળશે.
ઈઝરાયેલ વિરુદ્ધ 3 દેશે મત આપ્યા
સ્પેન, નોર્વે અને આયરલેન્ડે પેલેસ્ટાઈનને મત આપ્યા
પેલેસ્ટાઈનને અલગ દેશ માટે 3 દેશે સહકાર આપ્યો
આ સમજૂતીને કારણે બંને દેશ સાથે પશ્ચિમી એશિયામાં શાંતિ સ્થાપિત થશે. ત્યારે નોર્વેના વડાપ્રધાનના આ નિર્ણયને Spain અને Ireland દ્વારા પણ આવકારવામાં આવ્યો હતો. Norway ના વડાપ્રધાનનું કહ્યું છે કે, 28 મેના રોજ Palestine ને અલગ દેશ તરીકે મંજૂરી આપવામાં આવવી જોઈએ. કારણ કે... જો આપણે Palestine ને માન્યતા નહીં આપે તો મધ્ય પૂર્વના દેશમાં શાંતિ સ્થાપિત થશે નહીં. ત્યારે આયરલેંડના વડાપ્રધાન સિમૉન હૈરિસ (Simon Harris) નું કહેવું છે કે, આજે ireland , Norway અને Spain પેલેસ્ટાઈનને અલગ દેશની માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે.
"Today, Ireland, Norway and Spain are announcing that we recognise the state of Palestine."
Irish Prime Minister Simon Harris says this is a "historic day for Palestine".https://t.co/PAiZ4D1jU3
📺 Sky 501, Virgin 602, Freeview 233 and YouTube pic.twitter.com/y3vLHQr899
— Sky News (@SkyNews) May 22, 2024
આ પણ વાંચો: World Record : 3 મહિના સુધી પાણીમાં રહી આ શખ્સ વાસ્તવિક ઉંમર કરતા થઇ ગયો 10 વર્ષ નાનો
28 મેના રોજ 3 દેશ પેલેસ્ટાઈનને સમર્થન આપશે
તેમણે વધુમાં જણાવ્યું કે, અમને આશા છે કે અમારી સાથે અન્ય દેશ પણ સહયોગ કરશે. આગળના અમુક સપ્તાહમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સૈંશેજે કહ્યું છે કે, અમારી કેબિનેટની મીટિંગ 28 મેના રોજ થશે. આ દિવસે અમે Palestine ને અલગ દેશ તરીકે માન્યતા આપવાનો નિર્ણય અમે 3 દેશ દ્વારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Singapore Airlines flight SQ321: લંડની સિંગાપોર જતી ફ્લાઈટનું કરાયું તુરંત લેન્ડિંગ, એક યાત્રીનું મોત
ગાઝામાં કુલ 35 હજાર લોકોના મોત નિપજ્યા
ત્યાકે Israel એ તાત્કાલિક ધોરણે Spain, Norway અને Ireland ના રાજદૂતોને પોતાના દેશ પરત ફરવાનો આદેશ મંજૂર કર્યો છે. ઈઝરાયેલ દ્વારા આ 3 દેશને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત Israel ના મંત્રીએ કહ્યું છે કે, આ નિર્ણય હમાસના જાળમાં ફસાવા સમાન છે. જોકે Israel દ્વારા Gaza strip પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. ત્યારે Gaza strip માં અત્યાર સુધી કુલ 35 હજાર લોકોનો મોત નિપજ્યા છે.
આ પણ વાંચો: Ebrahim Raisi ના નિધનને લઈને ભારતે લીધો આ મોટો નિર્ણય, જાણો શું કહ્યું…