એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી મળતા હડકંપ મચી
પેરિસમાં આવેલા એફિલ ટાવરમાં બોમ્બની ધમકી અપાઈ છે. ધમકી મળતા જ હડકંપ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર, પોલીસને બોમ્બની માહિતી મળ્યા બાદ એફિલ ટાવર પરિસરને તાત્કાલિક ખાલી કરાવી દેવાયો છે. સાથે જ આગામી આદેશ સુધી જનતા માટે એફિલ ટાવરને બંધ કરી દેવાયો છે. ત્યારબાદ આખા એફિલ ટાવરને પોલીસે ખાલી કરાવાયો છે.
રિસમાં સ્થિત એફિલ ટાવરના ત્રણ માળ ખાલી કરાવવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ પેરિસમાં સ્થિત એફિલ ટાવરના ત્રણ માળ ખાલી કરાવવામાં આવ્યા છે. આ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. પોલીસની અનેક ટીમો પણ સ્થળ પર તૈનાત છે. એફિલ ટાવરની આસપાસ પણ બોમ્બ શોધવામાં આવી રહ્યા છે. પોલીસે ઐતિહાસિક સ્મારકની આસપાસ બેરિકેડ લગાવી દીધા છે. તેમજ પ્રવાસીઓને ટાવરથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે.
મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઇ
એફિલ ટાવરની સુરક્ષાની વાત કરીએ તો ટાવરના દક્ષિણ પિલર પર પોલીસ સ્ટેશન છે. જ્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. પ્રવાસીઓએ સંકુલમાં પ્રવેશતા પહેલા કડક સુરક્ષા દેખરેખમાંથી પસાર થવું પડે છે. તપાસ દરમિયાન પોલીસ પ્રવાસીઓએ વીડિયો સર્વેલન્સમાંથી પસાર થવું પડે છે.તમને જણાવી દઈએ કે એફિલ ટાવર પર નિર્માણ કાર્ય જાન્યુઆરી 1887 માં શરૂ થયું હતું અને 31 માર્ચ 1889 ના રોજ સમાપ્ત થયું હતું. 1889ના વિશ્વ મેળા દરમિયાન 20 લાખ પ્રવાસીઓએ એફિલ ટાવર જોયો હતો.
આ પણ વાંચો-દુનિયાની સૌથી મોંઘી કીટલી : સોના-હીરાથી બનેલી આ ચાની કીટલીની કિંમત ઉડાવી દેશે તમારા હોશ