Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દર્દનાક તસ્વીરની દર્દનાક કહાની : તસ્વીર લીધા બાદ ફોટોગ્રાફરે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખી હ્રદયસ્પર્શી વાત

કહેવાય છે કે એક તસ્વીર સો શબ્દોની કસરને પૂરી કરી શકે છે. દરેક તસ્વીરની પોતાની કહાની હોય છે, દરેક તસ્વીરની પોતાની વ્યથા અને લાગણી હોય છે. આજે આપણે એક એવી જ દર્દનાક તસ્વીરની દર્દનાક કહાની વિશે જાણીશું. "THE VULTURE AND...
12:56 PM Dec 11, 2023 IST | Harsh Bhatt

કહેવાય છે કે એક તસ્વીર સો શબ્દોની કસરને પૂરી કરી શકે છે. દરેક તસ્વીરની પોતાની કહાની હોય છે, દરેક તસ્વીરની પોતાની વ્યથા અને લાગણી હોય છે. આજે આપણે એક એવી જ દર્દનાક તસ્વીરની દર્દનાક કહાની વિશે જાણીશું. "THE VULTURE AND THE LITTLE GIRL" નામની આ તસ્વીર જેટલી દર્દનાક છે, તેને પોતાના કેમેરામાં કેદ કરનાર ફોટોગ્રાફરના જીવનની કહાની પણ એટલી જ દર્દનાક છે.

1993 માં કેવિન કાર્ટનર દ્વારા આ તસ્વીર લેવાઈ હતી 

 

"THE VULTURE AND THE LITTLE GIRL" તરીકે પ્રખ્યાત, આ ફોટો કેવિન કાર્ટનર દ્વારા માર્ચ 1993 માં લેવામાં આવ્યો હતો. ફોટો સુદાનનો છે જેમાં એક છોકરી ભૂખને કારણે રસ્તા પર પડી છે અને પાછળ એક ગીધ છુપાયેલું છે. ફોટો જોઈને સમજાય છે કે ગીધ છોકરીના મૃત્યુની રાહ જોઈ રહ્યું છે જેથી તે તેને ખાઈ શકે. નહીંતર મોત ત્યાં બેઠું છે, જે છોકરીને પોતાની સાથે લઈ જવા તૈયાર છે. આ તસવીરમાં ભૂખમરો, ગરીબી અને લાચારી દેખાઈ રહી છે. તસવીર લીધાના થોડા સમય બાદ ખબર પડી કે તે છોકરી નહીં પણ કોંગ ન્યોંગ નામનો છોકરો હતો.

તસ્વીર માટે કેવિનને મળ્યો પુલિત્ઝર એવોર્ડ 

આ તસ્વીરે આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. આ તસ્વીર માટે કેવિનને પુલિત્ઝર એવોર્ડ મળ્યો હતો પરંતુ બાદમાં આ તસ્વીરના કારણે કેવિનને આત્મહત્યા કરવી પડી હતી. આ તસ્વીરને કારણે આફ્રિકામાં ચાલી રહેલી ભૂખમરા સામે આવી. હકીકતમાં, આફ્રિકામાં ભૂખમરાની સમસ્યા તેની ચરમસીમા ઉપર  હતી. લોકો પાસે પૂરતું ભોજન નહોતું. લોકોને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે કપરો સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. ત્યારે આ તસ્વીર આફ્રિકાના લોકોની તે સમયની દુર્દશા અંગેની વાસ્તવિકતા સટીક રીતે દર્શાવતી હતી.

દર્દનાક તસ્વીર લીધા બાદ ફોટોગ્રાફરના જીવનનો આવ્યો દર્દનાક અંત  

આ તસ્વીર અમેરિકાના પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં 26 માર્ચ 1993 ના રોજ પ્રકાશિત થઈ હતી. આ તસ્વીર પ્રસિદ્ધ થયા બાદ લોકોએ ઓફિસમાં ફોન કરીને આ બાળક વિશે જાણવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી. ઘણા લોકો ફોટોગ્રાફરને બીજું ગીધ કહેવા લાગ્યા. તેણે કહ્યું કે કેવિને નૈતિકતા દર્શાવી નથી, તે માત્ર સારા ફોટાનો ભૂખ્યો હતો, તેણે છોકરીને બચાવી નથી. લોકો કેવિનને ત્યાં હાજર બીજા ગીધ કહેવા લાગ્યા. આ બધી વાતો સાંભળીને કેવિનને ખૂબ જ આઘાત લાગ્યો. આનાથી કેવિનને એટલો આઘાત લાગ્યો કે તેણે આત્મહત્યા કરી લીધી.

કેવીને સુસાઇડ નોટમાં લખી આ વાત 

તેણે એક સુસાઈડ નોટ પણ છોડી છે જેમાં તેણે લખ્યું હતું – “હું દરેક માટે દિલગીર છું. જીવનની પીડા એ હદે આનંદનો નાશ કરે છે કે જીવનમાં આનંદનો કોઈ છાંટો જ ​​બચતો નથી. હું હતાશ છું, ફોન વિના, મારા બાળકના શિક્ષણ માટે પૈસા નથી, ભાડાના પૈસા નથી. જીવનમાં દરેક વસ્તુ માટે માત્ર પૈસાની જરૂર હોય છે. મૃતદેહો, હત્યા, ગુસ્સો, પીડા, ભૂખ્યા બાળકોની યાદો મને ઘેરી લે છે અને મને ત્રાસ આપે છે. જો હું નસીબદાર હોઉં તો હવે હું કેનને મળીશ."

તસ્વીરની અજાણી વાત 

તમને જણાવી દઈએ કે ઘણા સમય પછી જાણવા મળ્યું કે કેવિન દ્વારા લેવામાં આવેલા ફોટામાં કોંગ ન્યોંગ નામનો છોકરો છે, તે ભૂખમરોથી બચી ગયો હતો અને ઘણા વર્ષો પછી, 2008 માં તે તાવથી મૃત્યુ પામ્યો હતો.

આ પણ વાંચો -- ઑસ્ટ્રેલિયા જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારી ચિંતા વધારી શકે છે! વાંચો અહેવાલ

Tags :
imageKRVIN CARTNERPULTZER AWARDSudanTHE VULTURE AND THE LITTLE GIRL
Next Article