Indonesia માં ભયાનક જ્વાળામુખી વિસ્ફોટ, એરપોર્ટ બંધ કરાયું 11 હજાર લોકોનું સ્થળાંતર
નવી દિલ્હી : ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટી નિકળવાની ઘટના સામે આવી છે. જેના કારણે ત્સુનામીની શક્યતા વ્યક્ત કરવામાં આવતા તંત્ર દ્વારા કુલ 11,000 લોકોને સંભવિત એરિયામાંથી રેસક્યું કરવામાં આવ્યા છે.
બુધવારે રૂંગા માઉન્ટેઇનમાં વિશાળ જ્વાળામુખી ફાટી નિકળ્યા બાદ ત્સુનામી અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે આકાશમાં રાખ અને લાવા ઉડી રહ્યો છે. જેના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્સુનામીની શક્યતાને જોતા 11 હજાર લોકોને સંભવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરાવાઇ રહ્યું છે. સુલાવેસી ટાપુ તરફે છેલ્લા 24 કલાકમાં 5 જ્વાળામુખી વિસ્ફોટ થયા હોવાની માહિતી મળી રહી છે. વોલ્કેનો એલર્ટના પગલે 800 પરિવારોને સ્થળાંતર કરાવી દેવાયું હતું.
ત્સુનામી એલર્ટ અંગેની 10 મહત્વપુર્ણ બાબતો
1. બુધવારે ઇન્ડોનેશિયાના માઉન્ટ રુંગમાં કુલ 5 વખત લાવા વિસ્ફોટો થયા છે. જેના કારણે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. વિસ્ફોટ એટલા ભયાનક છે કે, લાવા હજારો ફુટ આકાશમાં ઉડી રહ્યો છે. જેના પગલે નજીકમાં રહેતા સ્થાનિક લોકોને ખસેડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
2. માઉન્ટ રુઆંગ નોર્થ સુલાવેસી વિસ્તારમાં આવેલો છે. જ્યાં લાવા વિસ્ફોટની પહેલી ઘટના સવારે 09.45 વાગ્યે નોંધાઇ હતી. ત્યાર બાદ 4 અન્ય વિસ્ફોટ પણ થયા હતા.
3. તંત્ર દ્વારા સ્થાનિક લોકો અને સહેલાણીઓને ભલામણ કરવામાં આવી છે કે, આ વોલ્કેનોથી 6 કિલોમીટરના વિસ્તારમાં કોઇએ પ્રવેશવું નહી. આ ઘટના બાદ તંત્ર દ્વારા ઇન્ડોનેશિયા એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
4. જ્વાળામુખી વિસ્ફોટ બાદ ત્સુનામી અંગે એલર્ટ અપાયું છે. જેના કારણે સ્થાનિક તંત્ર દ્વારા 11 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેઓએ મન્ડોમાં ખસેડવામાં આવી રહ્યા છે જે સૌથી નજીકનું શહેર છે. જે સુલાવેસી ટાપુથી સૌથી નજીક છે. બોટ દ્વારા 6 કલાકમાં ત્યાં પહોંચી શકાય છે.
5. ઇન્ડોનેશિયામાં કુલ 270 મિલિયન લોકો વસવાટ કરે છે અને 120 સક્રિય જ્વાળામુખી સક્રિય છે. નોંધનીય છે કે, ઇન્ડોનેશિયા રિંગ ઓફ ફાયરમાં આવેલું છે. જે પેસિફિક મહાસાગરમાં આવેલી સૌથી સક્રિય ફોલ્ટલાઇન પર આવેલી છે.
6. જો કે હજી સુધી કોઇ મોત થયા કે ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત નથી થઇ રહ્યા પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા રુંગા ટાપુને સંપુર્ણ ખાલી કરાવી દેવામાં આવ્યો છે.
7. ઇન્ડોનેશિયાની વોલ્કેનો એજન્સી દ્વારા વધારે જ્વાળામુખી વિસ્ફોટ, ગરમ વાદળો અને ત્સુનામીની શક્યતાઓને ધ્યાને રાખીને તેના માટે તૈયાર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
8. વોલ્કેનો એજન્સીએ જણાવ્યું કે, હાલમાં જ બે ટેક્ટોનિક્સ પ્લેટ અથડાવાને કારણે થયેલા બે ધરતીકંપ બાદ રુઆંગ ટાપુ પર જ્વાળામુખીની ગતિવિધિમાં વધારો થયો છે.
9. વોલ્કેનો એજન્સીના હેડ હેન્ડ્રા ગુઆને જણાવ્યું કે, વિવિધ તસ્વીરો અને ઇન્સ્ટ્રુમેન્ટલ ઓબ્જર્વેશન કરતા લાગી રહ્યું છે કે, રુંઆંગ જ્વાળામુખીની સક્રિયતામાં અચાનક વધારો થયો છે. તે લેવલ-3 થી લેવલ-4 પર પહોંચી ગઇ છે.
10. સ્થાનિક તંત્રનો પ્રયાસ છે કે, સમગ્ર ટાપુને ખાલી કરાવી દેવામાં આવે અને જ્વાળામુખીની સક્રિયતા વધી રહી છેતેને જોતા ટાપુની આસપાસના 4 કિલોમીટર વિસ્તારમાં પ્રવેશબંધી અને કોઇ પણ પ્રકારની ગતિવિધિ પર પ્રતિંબંધ લાદવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગૃહ રાજ્ય મંત્રી HARSH SANGHVI એ GUJARAT FIRST સાથે કરી EXCLUSIVE વાતચીત, વાંચો અહેવાલ
આ પણ વાંચો : Election 24 : આવતીકાલથી શરુ થશે ખરાખરીનો જંગ..!
આ પણ વાંચો : પ્રથમ મહિલા IFS Officer : ચોનીરા બેલિયપ્પા મુતમ્મા