ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Slovakia PM Robert Fico: સરા-જાહેર સ્લોવાકિયાના વડાપ્રધાન પર 4 વાર ફાયરિંગ કરાયું

Slovakia PM Robert Fico: સ્લોવાકિયા (Slovakia) ના વડાપ્રધાન રોબર્ટ ફિકો (PM Robert Fico) ને જાહેર સ્થળ પર ગોળી મારવામાં આવી છે. ત્યારે તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ ઘટના સ્લોવાકિયા (Slovakia) ની રાજધાની બ્રાતિસ્લાવા (Bratislava) ના...
08:55 PM May 15, 2024 IST | Aviraj Bagda
Slovakia PM Robert Fico

Slovakia PM Robert Fico: સ્લોવાકિયા (Slovakia) ના વડાપ્રધાન રોબર્ટ ફિકો (PM Robert Fico) ને જાહેર સ્થળ પર ગોળી મારવામાં આવી છે. ત્યારે તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ ઘટના સ્લોવાકિયા (Slovakia) ની રાજધાની બ્રાતિસ્લાવા (Bratislava) ના ઉત્તર-પૂર્વમાં લગભગ 150 કિલોમીટર દૂર હેન્ડલોવા શહેરમાં બની હતી.

અકસ્માત બાદ પીએમ રોબર્ટ ફિકો (PM Robert Fico) ને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ અન્ય સાધનો હોસ્પિટલમાં અપૂરતા હોવાથી તેમને રાજધાની Bratislava ની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જોકે સરકારી અધિકારીઓએ કહ્યું છે કે તેમની હાલત ખુબ જ ગંભીર છે. તે ઉપરાંત આ મામલે ઘટના સ્થળ પરથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Kenya માં પૂરે તબાહી મચાવી, 267 લોકોના મોત, પીડિતો માટે ભારત બન્યું મદદગાર…

આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

સ્લોવાકિયા (Slovakia) ના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર જ્યારે ગોળીબાર કરવામાં આવ્યો, ત્યારે ચારેય બાજુ ભારે અફરા-તરફી થઈ પડી હતી. તે ઉપરાંત ગોળીબાર ઘટના સ્થળ પર ભારે હોબાળો પર નોંધાયો હતો. આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, સ્લોવાકિયા (Slovakia) ના વડાપ્રધાન રોબર્ટ ફિકો (PM Robert Fico) પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Kenya Flood Aid: કેન્યાની મદદ માટે ભારતે ભજવી મુખ્ય ભૂમિકા, 40 ટન દવાઓ સાથે….

તેમની પર ચાર રાઉન્ટ ફાયરિંગ કરવામાં આવ્યું હતું

આ ઘટના હાઉસ ઓફ કલ્ચરની બહાર ઘટી હતી. જ્યાં તેઓ મીટિંગ કરવા માટે આવ્યા હતા. વડાપ્રધાન રોબર્ટ ફિકો (PM Robert Fico) પર જ્યારે ગોળી ચલાવવામાં આવી ત્યારે તેઓ સ્થાનિક વ્યક્તિઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમની પર ચાર રાઉન્ટ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી એક વડાપ્રધાન (PM Robert Fico) ને લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોળીઓ ચલાવવાની સાથે જ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો અને હુમલાખોરને કસ્ટડીમાં લઈ લીધો.

આ પણ વાંચો: ઈઝરાયરલના હુમલામાં ભારતીય રીટાયર્ડ કર્નલનું મોત, વાંચો અહેવાલ

Tags :
BratislavaDeadPM Robert FicoRobert FicoSharp shooterShootoutshotSlovakiaSlovakia PM Robert Fico
Next Article