Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Secret Of The Pyramids: પુરાતત્વવિદોએ શોધી કાઢ્યું Great Pyramids નું નિર્માણ કેવી રીતે થયું!

Secret Of The Pyramids: Egypt ના Pyramid ના રહસ્યો હંમેશા લોકો માટે આશ્ચર્યજનક અને રસપ્રદ રહ્યા છે. જોકે મોટાભાગના પુરાતત્વવિદોને એવું માને Pyramidના આટલા મોટા પથ્થરોને એક સ્થળથી બીજા સ્થળ સુધી લઈ જવા માટે કોઈ એક ખાસ જળમાર્ગનો ઉપયોગ કરવામાં...
secret of the pyramids  પુરાતત્વવિદોએ શોધી કાઢ્યું great pyramids નું નિર્માણ કેવી રીતે થયું

Secret Of The Pyramids: Egypt ના Pyramid ના રહસ્યો હંમેશા લોકો માટે આશ્ચર્યજનક અને રસપ્રદ રહ્યા છે. જોકે મોટાભાગના પુરાતત્વવિદોને એવું માને Pyramidના આટલા મોટા પથ્થરોને એક સ્થળથી બીજા સ્થળ સુધી લઈ જવા માટે કોઈ એક ખાસ જળમાર્ગનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. કારણ કે... 4700 વર્ષ પહેલા Pyramid બનાવવા માટે ઈજિપ્તની આસપાસ જળમાર્ગ મળી આવ્યો છે. ત્યારે આ Pyramid અને River વચ્ચે રહેલા આ રહસ્યને પણ પુરાતત્વવિદોએ ઉકેલી કાઢ્યું છે.

Advertisement

  • એક સમયે આ Pyramidની નજીક એક River વહેતી હતી

  • River ની આ લુપ્ત થતી શાખાને અહરામત નામ આપ્યું

  • પ્રાચીન River દુષ્કાળ અને ધૂળના તોફાનોને કારણે સુકાઈ

કોમ્યુનિકેશન્સ અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ જર્નલમાં એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જે ઈજિપ્તમાં Pyramid ના રહસ્યોને ઉજાગર કરે છે. આ નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એક સમયે આ Pyramid ની નજીક એક River વહેતી હતી. જે પાછળથી Nile River માં ભળી ગઈ હતી. આ અભ્યાસ નોર્થ કેરોલિના વિલ્મિંગ્ટન યુનિવર્સિટીમાં સ્પેસ અને ડ્રોન રિમોટ સેન્સિંગ લેબના ડિરેક્ટર અને પ્રોફેસર ઈમાન ઘોનાઇમ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.

Advertisement

Riverની આ લુપ્ત થતી શાખાને અહરામત નામ આપ્યું

સંશોધનમાં શોધાયેલ River ને ભૂગર્ભ રડાર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ટોમોગ્રાફી દ્વારા પુષ્ટિ મળી છે. આ તપાસમાં એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે Pyramid ની નજીક લુપ્ત થઈ ગયેલી River એ નાઈલ River સાથે વહેતી હતી. ઇમાન ઘોનાઇમની આગેવાની હેઠળના સંશોધકોની ટીમે Egypt માં Nile River ની 54-કિલોમીટર લાંબી, સૂકાયેલી શાખાનો નકશો બનાવ્યો જે ખેતરો અને રણની નીચે દટાયેલી છે. મેપિંગ માટે તેણે સેટેલાઇટ ઇમેજરી, ઐતિહાસિક નકશા, ભૌગોલિક સર્વેનો ઉપયોગ કર્યો. Nile River ની આ લુપ્ત થતી શાખાને અહરામત નામ આપ્યું છે. તે અરબી શબ્દ છે જેનો અંગ્રેજીમાં અર્થ Pyramid થાય છે.

Advertisement

પ્રાચીન River દુષ્કાળ અને ધૂળના તોફાનોને કારણે સુકાઈ

આ River ના કિનારે લગભગ 31 Pyramid આવેલા હતાં. એવું માનવામાં આવે છે કે તે સમયે આ River જળમાર્ગ દ્વારા પરિવહનનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની હશે. આ શોધ દર્શાવે છે કે પ્રાચીન Egypt વાસીઓએ આ River નો ઉપયોગ તે વિશાળ પથ્થરો લાવવા માટે કર્યો હશે. જેમાંથી Pyramid બનાવવામાં આવ્યા હતા. Pyramid નું નિર્માણ કેવી રીતે થયું હશે તે સમજાવવામાં આ બધું ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. પુરાતત્વવિદોનું માનવું છે કે Nile River ની આ મહત્વની શાખા દુષ્કાળ અને ધૂળના તોફાનોને કારણે સુકાઈ ગઈ હશે.

આ પણ વાંચો: Fashion History: Ice Age ના સમયમાં હિમમાનવે કપડાની શોધ કરી, સૌ પ્રથમ બનાવી આવી Underwear

Tags :
Advertisement

.