ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Papua New Guinea : લૂંટફાટ- આગચંપીની ઘટનામાં 15 લોકોના મોત, PM ની શાંતિ જાળવવા અપીલ

પાપુઆ ન્યુ ગિનીમાં (Papua New Guinea) લૂંટફાટ અને આગચંપીની ઘટનામાં 15 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. ઓસ્ટ્રેલિયાના સ્ટેટ બ્યુરોકાસ્ટ એબીસીએ (Australian state broadcaster ABC) ગુરુવારે આ ઘટના વિશે માહિતી આપી. દક્ષિણ પેસિફિક દેશના વડાપ્રધાને એક દિવસના વિરોધ પ્રદર્શન...
03:49 PM Jan 11, 2024 IST | Vipul Sen

પાપુઆ ન્યુ ગિનીમાં (Papua New Guinea) લૂંટફાટ અને આગચંપીની ઘટનામાં 15 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. ઓસ્ટ્રેલિયાના સ્ટેટ બ્યુરોકાસ્ટ એબીસીએ (Australian state broadcaster ABC) ગુરુવારે આ ઘટના વિશે માહિતી આપી. દક્ષિણ પેસિફિક દેશના વડાપ્રધાને એક દિવસના વિરોધ પ્રદર્શન બાદ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

એબીસીએ પોલીસ અપડેટને ટાંકીને જણાવ્યું કે, પાપુઆ ન્યુ ગિનીની રાજધાની (Papua New Guinea) પોર્ટ મોરેસ્બીમાં (Port Moresby) થયેલા રમખાણોમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે દેશના ઉત્તરમાં સ્થિત લાઈમાં 7 લોકોના મૃત્યુ થયા છે. માહિતી મુજબ, પગારમાં કાપને લઈને બુધવારે ત્યાં વિરોધ પ્રદર્શન થયા. આ માટે અધિકારીઓએ વહીવટી ભૂલને જવાબદાર જણાવી હતી. આ વિરોધ પ્રદર્શનના કારણે દિવસભર અરાજકતા ફેલાઈ, એક ટીવી ફૂજેટમાં પોર્ટ મોરેસ્બીના (Port Moresby) રસ્તાઓ પર હજારો લોકો જોવા મળે છે, જેમાં કેટલાક લોકો લૂંટનો મુદ્દામાલ લઈ જતા દેખાઈ રહ્યા છે.

'પોલીસની ગેરહાજરીમાં લોકોએ અરાજકતા ફેલાવી'

પાપુઆ ન્યૂ ગિનીના (Papua New Guinea) વડાપ્રધાન જેમ્સ મારાપેએ ( James Marape) ગુરુવારે જણાવ્યું કે, હાલ રાજધાનીમાં તણાવમાં ઘટાડો થયો છે, વ્યવસ્થા જાળવી રાખવા માટે વધુ પોલીસ જવાનોને ત્યાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ગઈકાલે પોલીસની ગેરહાજરીમાં લોકોએ અરાજકતાનો આશરો લીધો હતો, જો કે, બધા લોકો નહીં, પરંતુ અમારા શહેરના કેટલાક ભાગોમાં લોકોએ અરાજકતા ફેલાવી. દરમિયાન કેટલાક લોકોએ લૂંટફાટ અને આગચંપીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોર્ટ મોરેસ્બીમાં યુનાઇટેડ સ્ટેટ્સ એમ્બેસીએ જણાવ્યું હતું કે, પોલીસ કામ પર પરત ફરી છે, પરંતુ તણાવ હાલ પણ વધારે છે.

 

આ પણ વાંચો - UK માં રાજનાથ સિંહે કહ્યું- ભારત હવે નબળું નથી…,ચીનને લઈ કહી આ વાત

Tags :
Australian state broadcaster ABCGujarat NewsGujarati NewsInternational NewsPapua New GuineaPapua New Guinea Prime Minister James MarapePort MoresbySouth PacificUnited States Embassy
Next Article