Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pakistan cannabis farming: કંગાળ પાક. એ આર્થિક સધ્ધરતા માટે ગાંજાનો સહારો લીધો

Pakistan cannabis farming: આજે આખી દુનિયા પાકિસ્તાન (Pakistan) ની ડૂબતી અર્થવ્યવસ્થા વિશે જાણે છે. પાકિસ્તાન (Pakistan) નું અર્થતંત્ર આજે દેવામાં ડૂબી ગયું છે. ત્યારે આ ડૂબતી ઈકોનોમી (Economy) ની બોટને બચાવવા માટે પાકિસ્તાન (Pakistan) સરકાર દ્વારા ગાંજાનો સહારો લેવામાં આવ્યો...
10:58 PM May 11, 2024 IST | Aviraj Bagda
Pakistan cannabis farming

Pakistan cannabis farming: આજે આખી દુનિયા પાકિસ્તાન (Pakistan) ની ડૂબતી અર્થવ્યવસ્થા વિશે જાણે છે. પાકિસ્તાન (Pakistan) નું અર્થતંત્ર આજે દેવામાં ડૂબી ગયું છે. ત્યારે આ ડૂબતી ઈકોનોમી (Economy) ની બોટને બચાવવા માટે પાકિસ્તાન (Pakistan) સરકાર દ્વારા ગાંજાનો સહારો લેવામાં આવ્યો છે. કારણ કે... જાતેતરમાં આંતરરાષ્ટ્રીય અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે કે, આગામી સમયમાં પાકિસ્તાનમાં ગાંજાની ખેતીને કાયદાકીય માનવામાં આવશે.

જો સરળ ભાષામાં સમજાવવામાં આવે તો, cannabis ના છોડમાંથી ભાંગ, ગાંજો અને ચરસ બનાવવામાં આવે છે. Pakistan ના આ નિર્ણય બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે Pakistan ગાંજાના માધ્યમથી પોતાની ડૂબતી Economy ને સુધારવાનો પ્રયાસ કરશે. પરંતુ Pakistan જેવા દેશ માટે આ પ્રકારના નિયમોનું અમલમાં આવવું, ભાવિ પેઢીને ભારે નુકસાન પહોંચાડશે.

આ પણ વાંચો: The Sky: લદ્દાખથી લઇ અમેરિકા સુધી આકાશ રંગબેરંગી કેમ ?

ગાંજાના વ્યસની યુવાનો તુરંત બની જાય છે

જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક દેશમાં ગાંજાનું વેચાણ અને ઉત્પાદન કરવું એ કાયદાકીય માનવામાં આવે છે. ગાંજાનું ઉત્પાદન આર્થિક આવકમાં આગવી ભૂમિકા ભજવે છે. પરંતુ હકીકતમાં દરેક દેશમાં ગાંજાના વ્યસની યુવાનો તુરંત બની જાય છે. તેના કારણે ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થાય છે. એક અહેવાલ મુજબ, આ વર્ષે વૈશ્વિક ગાંજાનું બજાર $64.73 બિલિયન (રૂ. 5 લાખ 40 હજાર કરોડ) સુધી પહોંચી જશે.

આ પણ વાંચો: Karachi Indians Viral Video: હિન્દુ પરિવારે કરાચીઓને કર્યા ભારતીય વાનગીઓના દીવાના

CCRA પાસે ગાંજાના ઉત્પાદન કરવાની સત્તા છે

ગત ફેબ્રુઆરીમાં Pakistan સરકારે એક વટહુકમ પસાર કર્યો હતો, જેના પછી CCRA (કેનાબીસ કંટ્રોલ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી) બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે CCRA પાસે તબીબી અને ઔદ્યોગિક હેતુઓ માટે કેનાબીસની ખેતી, શુદ્ધિકરણ, ઉત્પાદન અને વેચાણ કરવાની સત્તા છે. આ સિવાય આ CCRA કમિટીમાં 13 સભ્યો હશે. તેમાં Pakistan ના ઘણા સરકારી વિભાગો, ગુપ્તચર એજન્સીઓ અને ખાનગી ક્ષેત્રના લોકો સામેલ હશે.Pakistan માં CCRA જેવી સંસ્થા બનાવવાનું સૂચન સૌથી પહેલા 2020 માં આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સગીર વિધાર્થી સાથે શારીરક સંબંધ બાંધતા શિક્ષિકા બની ગર્ભવતી, વિધાર્થીએ કર્યા આ ચોંકાવનારા ખુલાસા

Tags :
economicfarminglegalizePakistanPakistan cannabisPakistan cannabis farming
Next Article