Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Covishield Vaccine લેનારાઓ માટે જીવનું જોખમ વધારે છે TTS ? જાણો તેના લક્ષણ

કોરોના મહામારીએ (Corona Virus) સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. કાળમુખા કોરોનાએ ભારતમાં પણ કહેર વર્તાવ્યો હતો. આ માહામારીના કાળમાં દેશમાં હજારોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ જીવલેણ કોરોના વાઇરસ રોગચાળાનો સામનો કરવા માટે તે સમયે માત્ર વેક્સિન જ રામબાણ...
covishield vaccine લેનારાઓ માટે જીવનું જોખમ વધારે છે tts   જાણો તેના લક્ષણ

કોરોના મહામારીએ (Corona Virus) સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. કાળમુખા કોરોનાએ ભારતમાં પણ કહેર વર્તાવ્યો હતો. આ માહામારીના કાળમાં દેશમાં હજારોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ જીવલેણ કોરોના વાઇરસ રોગચાળાનો સામનો કરવા માટે તે સમયે માત્ર વેક્સિન જ રામબાણ સાબિત થઈ રહી હતી. આથી, વેક્સિનનું નિર્માણ કરવામાં આવ્યું અને કરોડો લોકોને આપવામાં આવી હતી. કોવિશિલ્ડ રસી (Covishield Vaccine) જે બ્રિટનની એસ્ટ્રાઝેનેકા કંપની દ્વારા બનાવવામાં આવી છે. હવે આ રસીના સાઇડ ઇફેક્ટ્સ સામે આવ્યા છે. આ રસી લીધેલા લોકોમાં આડઅસર દેખાવા લાગી છે.

Advertisement

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ (AstraZeneca) તાજેતરમાં કોર્ટમાં સ્વીકાર્યું છે કે દુર્લભ કિસ્સાઓમાં તેમની કોવિશિલ્ડ વેક્સિન (Covishield Vaccine) આડઅસરોનું કારણ બને છે. આ આડઅસર થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ (Thrombocytopenia Syndrome-TTS) તરીકે ઓળખાય છે. કંપની વિરુદ્ધ બ્રિટિશ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેમાં તેણે સ્વીકાર કર્યો છે. કોર્ટના દસ્તાવેજો મુજબ, એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ (Oxford University) આ કોવિશિલ્ડ વેક્સિન બનાવી છે. જ્યારે, ભારતમાં તેને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) દ્વારા બનાવવામાં આવે છે.

થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ (TTS) શું છે?

થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ (TTS) માં શરીરનું લોહી જાડું પડી જાય છે, જેના કારણે પ્લેટલેટ્સ ઘટવા લાગે છે. આ નાના ગંઠાવા (Blood Clot) રક્તવાહિનીઓને અવરોધિત કરી શકે છે. આવી સ્થિતિમાં શરીરના તમામ ભાગોમાં લોહી પહોંચતું નથી. આ કારણે વ્યક્તિને બ્રેઈન સ્ટ્રોક અને હૃદય રોગનો હુમલોનું (Heart Atteck) જોખમ વધી જાય છે. મગજ અને પેટમાં આ રક્ત ગંઠાઈ જવાની સમસ્યા વારંવાર જોવા મળે છે, જેના કારણે બ્રેઈન હેમરેજ અને બ્રેઈન સ્ટ્રોકનો ખતરો રહે છે. પ્લેટલેટ્સમાં ઘટાડો પણ શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે.

Advertisement

TTS ના લક્ષણો

છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, સતત અને તીવ્ર માથાનો દુ:ખાવો, પગમાં સોજો, અસ્પષ્ટ દ્રષ્ટિ, પેટમાં દુ:ખાવો, નાક અથવા પેઢામાંથી લોહી આવવું, પીરિયડ્સ દરમિયાન વધુ પડતું લોહી નીકળવું, ત્વચા પર ફોલ્લીઓ થવી વગેરે આવા ઘણા લક્ષણો જોવા મળે છે. જો કોઈને વેક્સિન લીધા પછી આવા લક્ષણોનો અનુભવ થતો હોય, તો તેણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

AstraZeneca રસી વડે TTS ને કેવી રીતે રોકવું?

આરોગ્ય નિષ્ણાતો માને છે કે લોકોએ સમયાંતરે બોડી ચેકઅપ કરાવવું જોઈએ. વ્યક્તિએ દરરોજ કસરત અને યોગા કરવા જોઈએ. વ્યક્તિએ તણાવથી દૂર રહેવું જોઈએ અને સાથે જ આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

Advertisement

આ પણ વાંચો - Covishield Vaccine: કોવિશિલ્ડ રસી લેનાર માટે મોટા સમાચાર, વેક્સિન પર લગાવાયો પ્રતિબંધ!

આ પણ વાંચો - લંડનમાં ભારત અને પાકિસ્તાનના Businessman આમને-સામને, જાણો શું કારણ છે?

આ પણ વાંચો - London: વિદેશમાં રહીને પણ BJP ને સમર્થન, લંડનની ગલીઓમાં મોદી-મોદીના નારા

Tags :
Advertisement

.