ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maldives Update: India vs Maldives પર Maldives સરકારનું નિવેદન

Maldives Update: Maldives ની મોહમ્મદ મુઈઝૂ સરકારમાં મંત્રી Mariyam Shiuna એ ભારત અને PM Modi વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભારત સરકારે આ અંગે કડક વલણ અપનાવીને માલદીવ સરકાર સામે વાંધો વ્યક્ત કર્યો હતો. મંત્રીની વિવાદાસ્પદ ટીપ્પણી પર થયેલા હોબાળા...
05:44 PM Jan 07, 2024 IST | Aviraj Bagda
What is the new twist in India vs Maldives?

Maldives Update: Maldives ની મોહમ્મદ મુઈઝૂ સરકારમાં મંત્રી Mariyam Shiuna એ ભારત અને PM Modi વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભારત સરકારે આ અંગે કડક વલણ અપનાવીને માલદીવ સરકાર સામે વાંધો વ્યક્ત કર્યો હતો. મંત્રીની વિવાદાસ્પદ ટીપ્પણી પર થયેલા હોબાળા બાદ Maldives હવે બેકફૂટ પર છે.

Maldives સરકારનું કહેવું છે કે કાર્યવાહી કરવામાં આવશે

Maldives સરકારે પોતાના મંત્રીના વિવાદાસ્પદ નિવેદનને વ્યક્તિગત નિવેદન ગણાવ્યું છે. Maldives સરકારે કહ્યું છે કે તે અપમાનજનક ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં અચકાશે નહીં. Maldives ની સત્તાધારી પાર્ટી પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ (PPM) ના નેતા ઝાહિદ રમીઝે પણ ફેસબુક પર પોસ્ટ કરીને ભારત વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી.

Maldives Update:

Maldives સરકારે નિવેદન જાહેક કર્યું 

Maldives સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "સરકારનું માનવું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ લોકતાંત્રિક અને જવાબદારીપૂર્વક થવો જોઈએ. તે એવી રીતે થવો જોઈએ કે નફરત અને નકારાત્મકતા ન ફેલાય."

તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ માલદીવ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારાના સંબંધોને અસર કરે તેવી રીતે ન થવો જોઈએ. માલદીવ સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ તે મંત્રીનું અંગત નિવેદન છે અને સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

Maldives Update:

PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતે મજાક ઉડાવી હતી

PM Modi એ તાજેતરમાં Lakshadweep ની મુલાકાત લીધી હતી. તેમણે સોશિયલ મીડિયા X પર Lakshadweep ઘણા ફોટા પોસ્ટ કર્યા હતા. જે બાદ માલદીવ સરકારના મંત્રી Mariyam Shiuna એ પીએમ મોદીની મજાક ઉડાવી હતી. આ પછી, ભારતના લોકોએ #BoycottMaldives અભિયાન શરૂ કર્યું.

જે દિવસે PM નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની તસવીરો શેર કરી તે દિવસે X પર માલદીવ ટ્રેન્ડ થવા લાગ્યું અને ઘણા લોકો Maldives ને બદલે લક્ષદ્વીપની મુલાકાત લેવાની વાત કરવા લાગ્યા.

આ પણ વાંચો:  Rohingya News: દુનિયાના દરેક ખૂણે રોહિંગ્યાઓના લોકો નિરાધાર બન્યા

Tags :
BoycottMaldivesGujaratFirstlakshadweepMaldivesMaldives UpdateMariyam ShiunaPMModiViralNews
Next Article