Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lahore News: પાકિસ્તાનના લાહોરમાં આગની લપટોમાં માસૂમો કુરબાન

Lahore News: તાજેતરમાં Pakistan ના Lahore માં એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પરંતુ આ ઘટનામાં એક હ્રદય કંપાવનારી ઘટના બની છે. આ ઘટનામાં 4 બાળકો દાજી ગયા હતા. ત્યારે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે...
lahore news  પાકિસ્તાનના લાહોરમાં આગની લપટોમાં માસૂમો કુરબાન

Lahore News: તાજેતરમાં Pakistan ના Lahore માં એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પરંતુ આ ઘટનામાં એક હ્રદય કંપાવનારી ઘટના બની છે. આ ઘટનામાં 4 બાળકો દાજી ગયા હતા. ત્યારે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

Advertisement

એક અહેવાલ મુજબ Lahore ના બાબા આઝમ વિસ્તારમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર બાળકોની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. તેમના નામ નૂર ફાતિમા, ઈમાન ફાતિમા, ઈસ્માઈલ ફાતિમા અને ઈબ્રાહિમ ફાતિમા હતા.

Lahore News

Lahore News

Advertisement

Lahore ના બાબા આઝમ વિસ્તારમાં આગને કારણે ચારેબાજુ હાહાકાર ફેલાઈ ગયો હતો. ઘરની આસપાસ હાજર લોકોએ તાત્કાલિક Fire Brigade ટીમને જાણ કરી હતી. ત્યારબાદ Fire Brigade ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઘટનાસ્થળે હાજર Fire Brigade ટીમે જણાવ્યું કે ગેસ લીકેજ થવાના કારણે આગ લાગી હતી. જેના કારણે ચારેય બાળકોના મોત થયા હતા.

ગયા અઠવાડિયે Lahore માં આગ લાગી હતી

તે ઉપરાંત ગત અઠવાડિયે 30 ડિસેમ્બરે Lahore ના ચોહાંગ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા. એક અહેવાલ  મુજબ, એક મકાનના પહેલા માળે એક વ્યક્તિ તેની પત્ની અને પુત્રી સાથે રહેતો હતો ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. એક ખાનગી ન્યૂઝ ચેનલે જણાવ્યું હતું કે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા ભાડૂતોએ આગની ઘટનાની જાણ કરી હતી. ત્યારે માહિતી મળતા જ બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

Advertisement

ગયા વર્ષે જાન્યુઆરીમાં અકસ્માત થયો હતો

આ પહેલા ગત વર્ષે જાન્યુઆરીમાં ક્વેટામાં એક ઘરમાં લાગેલી આગમાં બાળકો સહિત એક જ પરિવારના છ લોકો દાઝી ગયા હતા. ત્યારે એક અહેવાલ અનુસાર ક્વેટાના સેટેલાઇટ ટાઉનમાં ગેસ લીકેજને કારણે બાળકો સહિત એક જ પરિવારના છ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. આ ઘટનાનું મુખ્ય કારણ પરિવારે ઠંડીથી બચવા માટે હીટર ચાલુ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આગ ફાટી નીકળી હતી, પરંતુ ગેસ લીક ​​થવાને કારણે ઘરમાં વિસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો: New Zealand News: New Zealand ના સંસદમાંથી MP નો વાયરલ વીડિયો

Tags :
Advertisement

.