JoeBiden : રાષ્ટ્રપતિ બિડેને ઇજિપ્ત અને કતારને લખ્યો પત્ર,કહી આ વાત
JoeBiden :ઇઝરાયલ-હમાસ યુદ્ધને (Israel-HamasWar) લીધે બેઘર બની ગયેલા શરણાર્થીઓની છાવણીમાં ભોજન પીરસી રહેલી 7 વ્યક્તિઓનાં પણ ઇઝરાયલ બોંબમારામાં થયેલા મૃત્યુથી પ્રમુખ બાયડેન (JoeBide) અત્યંત નારાજ થયા છે અને તેઓએ ઇઝરાયલને ફોન પર ખુલ્લી ચેતવણી આપી છે કે, અમારી સહાય નાગરિકોની સલામતી આધારિત છે. જો નાગરિકોની સલામતી નહીં જળવાય તો સહાય બંધ થશે. નિર્દેોષ વ્યક્તિઓનાં થતાં મૃત્યુ કોઈ પણ રીતે સ્વીકાર્ય બની શકે તેમ જ નથી.ગુરુવારે બંને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચતીનો ટૂંકસાર જણાવતાં વ્હાઈટ હાઉસના પ્રવકતાએ આ પ્રમાણે પત્રકારોને કહ્યું હતું
ઇજિપ્ત અને કતારના નેતાઓને લખ્યો પત્ર
યુએસ પ્રમુખે શુક્રવારે ઇજિપ્ત અને કતારના નેતાઓને આ સપ્તાહના અંતમાં કૈરોમાં વાટાઘાટોના નવા રાઉન્ડ પહેલાં ગાઝામાં યુદ્ધવિરામ અને બંધક મુક્તિ સોદા માટે સંમત થવા માટે હમાસ પર દબાણ કરવા વિનંતી કરી હતી. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે CIAના ડિરેક્ટર બિલ બર્ન્સ કૈરો મંત્રણામાં અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. બિડેન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બિડેને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી અને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાનીને ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાની સ્થિતિ પર પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં તેણે હમાસને યુદ્ધવિરામ કરારનો અમલ કરવા વિનંતી કરી છે. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ અને ઇઝરાયેલના પીએમએ પણ ગુરુવારે એકબીજા સાથે ફોન પર વાત કરી. બંનેએ ગાઝામાં સર્જાયેલી કટોકટી અંગે ચર્ચા કરી હતી.
"I asked them to do what they're doing": Biden after Israel approves reopening of Erez crossing to allow aid into Gaza
Read @ANI Story | https://t.co/MI4TCFwOHT#JoeBiden #US #Gaza #IsraelHamasWar #Israel #Erez #HumanitarianAid #BenjaminNetanyahu pic.twitter.com/AUYBjpxEKO
— ANI Digital (@ani_digital) April 6, 2024
ઇઝરાયલે હમાસનો ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી
તમને જણાવી દઈએ કે નેતન્યાહૂએ હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી હમાસ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી યુદ્ધવિરામ ઉઠાવવામાં આવશે નહીં. ઈઝરાયેલ તેના હુમલા ચાલુ રાખશે. કારણ કે તે હમાસ સમક્ષ ઘૂંટણિયે પડવા જેવું હશે.સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય (OCHA) ના ડેટા અનુસાર, 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી, ગાઝામાં 32, 623 પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જ્યારે 75,092 લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલના ડેટા અનુસાર, 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે નાગરિકો હતા.
આ પણ વાંચો - America Earthquake: જાપાન અને તાઈવાન બાદ અમેરિકાના શહેરોમાં વિનાશકારી ભૂકંપના આંચકા નોંધાયા
આ પણ વાંચો - Netherlands : આ સુંદર છોકરી આવતા મહિને દુનિયા છોડી દેશે, જાણો કારણ
આ પણ વાંચો - Bird Flu: દુનિયા પર મંડરાયો બર્ડ ફ્લૂની મહામારીનો ખતરો! કોરોનાથી 100 ગણો છે ઘાતક વાયરસ