માફ કરો... 1800 કરોડ પણ લઇ લો, જેલેન્સ્કીને બાઇડને કેમ તેવું કહેવું પડ્યું, જાણો સમગ્ર માહિતી
પેરિસ : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પહેલી વાર જાહેર રીતે માફી માંગી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેસ્કી સાથે મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે, ગત્ત છ મહિના સુધી અમેરિકી યુક્રેનને સૈન્ય સહાયતા નથી આપ્યું. જેના માટે તેમને ખુબ જ દુખ છે અને ઝડપથી તમામ મદદ તેમના સુધી પહોંચાડવામાં આવશે. બાઇડેને આ સાથે જ યુક્રેનને 225 મિલિયન ડોલર એટલે કે આશરે 1800 કરોડ રૂપિયાના નવા પેકેજની પણ જાહેરાત કરી હતી.
બાઇડેને 6 બિલિયન ડોલરની સૈન્ય મદદ
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ બાઇડેને 61 બિલિયન ડોલરની સૈન્ય મદદ યુક્રેન માટે જાહેર કરી હતી, જો કે કોંગ્રેસમાં મજબુત રિપબ્લિકનના વિરોધના કારણે 6 મહિનાથી આ પેકેજ અટકેલું હતું. બાઇડને ભારપુર્વક જણાવ્યું કે, અમેરિકી લોકો લાંબા સમય સુધી યુક્રેનની સાથે ઉભા છે. અમે હાલ પણ સાથે છીએ અને આગળ પણ રહીશું. અમે તે બાબતે માફી માંગીએ છીએ કે, પેકેજ નહીં મળવાના કારણે યુદ્ધના મેદાનમાં રશિયાને ઘણી સફળતા મળી હતી.
અ્મેરિકી સંસદની મંજૂરીમાં અટવાયું હતું પેકેજ
બાઇડન ફ્રાંસમાં નોર્મંડીમાં ડી-ડે લેન્ડિંગની 80 મી વર્ષગાંઠના અવસરે આયોજીત કાર્યક્રમમાં જોડાવા માટે પહોંચ્યા છે. સૈન્ય પેકેજમાં મોડુ થવાના કારણે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને નહોતી ખબર કે, ફંડિંગ અંગે શું થવાનું છે. હું સૈન્ય પેકેમાં મોડુ થવાના કારણે માફી માંગુ છું. અમેરિકાના લોકો લાંબા સમય સુધી યુક્રેનની સાથે ઉભા છે. હું પોતે પણ યુક્રેનની સાથે ઉભો છું. સંયુક્ત રાજ્ય અમેરિકા તમારી સાથે ઉભું રહેશે.
જેલેન્સ્કીએ માફીની માંગ કરી હતી
જેલેસ્કીનો વિશ્વાસ વ્યક્ત કરતા બાઇડને કહ્યું કે, તમારા પર આક્રમણ થઇ રહ્યું છે. સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે, તેમ છતા તમે મુકાબલો કરી રહ્યા છો. અમે હંમેશા તેના માટે તમારો આભાર વ્યક્ત કરીશું. બીજી તરફ ફ્રાંસ જેલેન્સ્કીને ખુબ જ મદદ પહોંચાડી રહ્યું છે. એક ડિલ પર મહોર લાગી ચુકી છે, જેના કારણે યુક્રેનને હથિયાર મળવાનાં છે.