Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Japan : બે વિમાનો વચ્ચે જોરદાર ટક્કર, એકમાં લાગી ભીષણ આગ, જુઓ Video

Japan  : જાપાન (Japan )માટે નવું વર્ષ તબાહી અને મુશ્કેલીઓ લઈને આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે એટલે કે નવા વર્ષના પહેલા જ દિવસે 7.2ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે જાપાન (Japan )ના પ્રભાવિત વિસ્તારમાં તબાહીનો મંજર...
04:36 PM Jan 02, 2024 IST | Vipul Sen

Japan  : જાપાન (Japan )માટે નવું વર્ષ તબાહી અને મુશ્કેલીઓ લઈને આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે એટલે કે નવા વર્ષના પહેલા જ દિવસે 7.2ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે જાપાન (Japan )ના પ્રભાવિત વિસ્તારમાં તબાહીનો મંજર જોવા મળ્યો છે. ત્યારે બીજી તરફ હવે એવા સમાચાર મળ્યા છે કે, કોસ્ટ ગાર્ડનું એક વિમાન જાપાન (Japan )એરલાઈન્સના વિમાન સાથે અથડાયું છે. આ જોરદાર ટક્કર બાદ ટોક્યોના હનેડા એરપોર્ટના રનવે પર વિમાનમાં આગ ફાટી નીકળી હતી. જાપાન (Japan )ના મીડિયાએ આ માહિતી આપી છે.

જાપાન (Japan )ના મીડિયા અનુસાર, કોસ્ટ ગાર્ડનું એક વિમાન જાપાન એરલાઈન્સના વિમાન સાથે અથડાયું હતું, જેના કારણે વિમાનમાં આગ લાગતા તેની બારીઓમાંથી ભીષણ આગની જ્વાળાઓ બહાર નીકળી હતી. જાપાન એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હોક્કાઈડોના શિન-ચિટોઝ એરપોર્ટથી ઉડાન ભરેલું વિમાન 300થી વધુ મુસાફરોને લઈ જઈ રહ્યું હતું.

જએએલ ફ્લાઇટ 516માં આગ લાગી હતી

સ્થાનિક ટીવી મીડિયા અનુસાર, જાપાન એરલાઈન્સનું એક વિમાન જ્યારે રનવે પર હતું ત્યારે તેમાંથી ભયાનક આગ લાગતા જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. આ પછી વિંગની આસપાસના વિસ્તારમાં પણ આગ ફાટી નીકળી હતી. આ વિમાન જએએલ (JAL) ફ્લાઈટ 516 હતું, જે જાપાનના શિન ચિટોઝ એરપોર્ટથી હનેડા માટે ઉડ્યું હતું. એરલાઈને જણાવ્યું હતું કે, તમામ 379 મુસાફરો અને ક્રૂને સમયેસર બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.  વિમાન રસ્તા પરથી સરકી જતાં આગમાં ભડકો થયો હતો અને ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડ આગ બુઝાવવામાં સફળ રહી હતી.

 

આ પણ વાંચો - Pakistan : ખૈબર પખ્તુનખ્વામાં એક દિવસ પહેલા આતંકીઓએ 6 લોકોનું અપહરણ કર્યું, બીજા દિવસે તમામના મૃતદેહ મળ્યા

 

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarat FirstGujarati NewsHokkaidoInternational NewsJapanJapan AirlinesShin Chitose AirportTokyo Haneda Airport
Next Article