Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

JAPAN : નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનમાં 7.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

નવા વર્ષની શરૂઆત સાથે જાપાનથી એક મોટા સમાચાર આવ્યા છે. જાપાનમાં (Japan) પૂર્વોત્તર ક્ષેત્રમાં 7.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ (Earthquake) આવ્યો છે. આ સાથે જાપાનમાં સુનામીની ચેતવણી પણ અપાઈ છે. માહિતી અનુસાર, જાપાનના પૂર્વોત્તર વિસ્તારમાં એક પછી એક ભૂકંપના આંચકા અનુભવાયા...
01:27 PM Jan 01, 2024 IST | Vipul Sen

નવા વર્ષની શરૂઆત સાથે જાપાનથી એક મોટા સમાચાર આવ્યા છે. જાપાનમાં (Japan) પૂર્વોત્તર ક્ષેત્રમાં 7.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ (Earthquake) આવ્યો છે. આ સાથે જાપાનમાં સુનામીની ચેતવણી પણ અપાઈ છે. માહિતી અનુસાર, જાપાનના પૂર્વોત્તર વિસ્તારમાં એક પછી એક ભૂકંપના આંચકા અનુભવાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નવા વર્ષના પહેલા દિવસે એટલે કે સોમવારે જાપાનના (Japan) પૂર્વોત્તર ક્ષેત્રમાં 7.2ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ (Earthquake) આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ઇશિકાવાથી 40 કિમી દૂર નોંધાયું છે. આ સાથે સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે, જેને પગલે લોકોને એલર્ટ અપાયું છે. જો કે, હાલ જાપાનમાં (Japan) ભૂકંપના કારણે કોઈ નુકસાન અથવા જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

રવિવારે નેપાળમાં આવ્યો હતો ભૂકંપ

આ પહેલા ગઈકાલે નેપાળમાં ફરી એકવાર ધરા ધ્રૂજી હતી. નવા વર્ષની શરૂઆત પહેલા જ નેપાળમાં ફરી એકવારમાં ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર સિંધુપાલચોકના લિસ્ટિકોટમાં હોવાનું કહેવાઈ રહ્યું હતું. અહીં રાત્રે 10.21 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધવામાં આવી હતી. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. ભૂકંપના (Earthquakes) આંચકા અનુભવાતા જ નવા વર્ષની ઉજવણી કરતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. જણાવી દઈએ કે, નવા વર્ષની ઉજવણી માટે લોકો ઘણી જગ્યાએ એકઠા થયા હતા. દરમિયાન નેપાળના (Nepal) મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળ ઉપરાંત ભારતના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

આ પણ વાંચો - Nawaz sharif : નવાઝ શરીફ ફરી દેશ છોડી દેશે ? ચૂંટણી પહેલા થઈ જશે ફરાર

Tags :
Earthquake in JapanGujarat FirstGujarati NewsInternational NewsJapanNew-Year-2024
Next Article