Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયલની આર્થિક સ્થિતિ કથળી! PM નેતન્યાહુએ કહ્યું- આ મોટો પડકાર..!

હમાસ (Hamas) અને ઇઝરાયલ (Israel) વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધી ગાઝામાં હજારો લોકોના જીવ ગયા છે. જ્યારે ત્યાં લોકોને મોટા પાયે આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું છે. જો કે, બીજી તરફ ઈઝરાયલ પણ...
હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયલની આર્થિક સ્થિતિ કથળી  pm નેતન્યાહુએ કહ્યું  આ મોટો પડકાર

હમાસ (Hamas) અને ઇઝરાયલ (Israel) વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધી ગાઝામાં હજારો લોકોના જીવ ગયા છે. જ્યારે ત્યાં લોકોને મોટા પાયે આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું છે. જો કે, બીજી તરફ ઈઝરાયલ પણ મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. ધીમી આર્થિક વૃદ્ધિ વચ્ચે સંરક્ષણ બજેટ (Defense Budget) વધારવા માટે તેના પર દબાણ છે. નેતન્યાહુએ આ વાત સ્વીકારી છે.

Advertisement

મીડિયા અહેવાલ અનુસાર, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ (Benjamin Netanyahu) કહ્યું છે કે તેમનો દેશ ચારે બાજુથી કટ્ટરવાદી શક્તિઓથી ઘેરાયેલો છે અને આવી સ્થિતિમાં સંરક્ષણ બજેટમાં વધારો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આપણે આપણી જાતને વધુ મજબૂત બનાવવી જરૂરી છે. હવે સહયોગી દેશ સાથે સંપર્ક વધારવો જરૂરી બની ગયો છે. જણાવી દઈએ કે, હમાસ સાથે બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બેન્જામિન નેતન્યાહુનું આ નિવેદન ઘણું મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.

સંરક્ષણ બજેટમાં 20 ટકાનો વધારો કરવાની જરૂરી: નેતન્યાહુ

Advertisement

હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર વારંવાર રોકેટ હુમલા કર્યા હતા. ત્યારથી ઇઝરાયેલ ગાઝામાં યુદ્ધ શરૂ કર્યું છે. તે જ સમયે, હિઝબુલ્લાહ લેબનોનથી પણ ઇઝરાયેલ પર હુમલો કરી રહ્યું છે. નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયલ ઘણા વર્ષોથી સંરક્ષણ બજેટ વધારવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ, GDPને જોતા તેને ઘટાડવું પડ્યું. જો કે, આ નીતિ હવે આગળ ચાલુ રહેશે નહીં. સંરક્ષણ બજેટમાં ઓછામાં ઓછો 20 ટકાનો વધારો થવો જોઈએ. જીડીપીના વધુ એક ટકા સંરક્ષણ બજેટમાં ફાળવવાની જરૂર છે.

ગાઝામાં અત્યાર સુધીમાં 19 હજાર લોકોના મોત

Advertisement

બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, યુદ્ધ સિવાય અમે એક મોટા પડકારનો સામનો કરી રહ્યા છીએ જે સંરક્ષણ બજેટ વધારવાનો છે. જણાવી દઈએ કે, ગાઝામાં નાગરિકોના મોતની વધતી સંખ્યાને કારણે ઈઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ સતત વધી રહ્યું છે. યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રી જોસેપ બોરેલોને પણ કહ્યું છે કે, ગાઝામાં નાગરિકોને નિશાન બનાવવું તે યોગ્ય નથી. તેમણે કહ્યું, અમે જોઈ રહ્યા છીએ કે ગાઝામાં આતંકવાદીઓ અને નિર્દોષો વચ્ચે કોઈ ભેદ નથી કરવામાં આવી રહ્યો, જેના કારણે ત્રણ ઈઝરાયલ બંધકો માર્યા ગયા. હવે આપણે આ બધું બંધ કરવું જોઈએ. માનવતાવાદી દૃષ્ટિકોણથી યુદ્ધને રોકવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયું છે. પને જણાવી દઈએ કે ગાઝામાં અત્યાર સુધીમાં 19 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગાઝામાં માર્યા ગયેલા લોકોમાં મોટી સંખ્યામાં બાળકો છે.

આ પણ વાંચો - Sri Lanka: શ્રીલંકાએ વધુ 14 માછીમારોને કર્યા કેદ, આ વર્ષે શ્રીલંકન સરકારે 240 ભારતીયોને ઝડપ્યાં

Tags :
Advertisement

.