Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Israel Hamas War ; ઇઝરાયેલ દુનિયા વિરુદ્ધ જવા તૈયાર! .. આતંકી વિરુદ્ધ યુદ્ધમાં પીછેહઠ નહીં કરે: નેતન્યાહુ

ગાઝામાં થઈ રહેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે હિંસક સંઘર્ષને રોકવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન PM બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે હમાસ સામેની લડાઈમાં ઈઝરાયલને દુનિયા સામે જવું પડે તો પણ તે પીછેહઠ નહીં...
08:18 PM Nov 12, 2023 IST | Hiren Dave

ગાઝામાં થઈ રહેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે હિંસક સંઘર્ષને રોકવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન PM બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે હમાસ સામેની લડાઈમાં ઈઝરાયલને દુનિયા સામે જવું પડે તો પણ તે પીછેહઠ નહીં કરે.

 

7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસ દ્વારા આતંકવાદી હુમલા બાદથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા હિંસક સંઘર્ષ પર સંયુક્ત રાષ્ટ્ર સહિત ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. શાંતિ પુનઃસ્થાપિત કરવા અને યુદ્ધવિરામની અપીલ વચ્ચે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું વલણ નરમ પડ્યું નથી. તાજેતરના વિકાસમાં, તેણે હમાસને હરાવવાની તેમની પ્રતિજ્ઞાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું, "જો જરૂર પડશે તો અમે આ માટે વિશ્વની સામે મજબૂત ઉભા રહીશું.

 

 

નેતન્યાહુએ ગાઝામાં મોટી સંખ્યામાં નાગરિકોના મૃત્યુને લઈને વૈશ્વિક ટીકા પર વળતો પ્રહાર કર્યો છે. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં, વડા પ્રધાન નેતન્યાહૂ, સંરક્ષણ પ્રધાન યોવ ગાલન્ટ અને પ્રધાન બેની ગેન્ટ્ઝે પશ્ચિમી નેતાઓને યહૂદી રાજ્યને સમર્થન આપવા વિનંતી કરી. ઇઝરાયેલે કહ્યું કે હમાસ સામેની તેમની જીતનો અર્થ "સમગ્ર મુક્ત વિશ્વ માટે પણ વિજય" થશે.

આ  પણ  વાંચો -ISRAEL HAMAS WAR: ગાઝામાં મોતનો સિલસિલો યથાવત, ઇઝરાયેલી ટીવી સિરીઝ ફૌદાના ક્રૂ મેમ્બરનું મોત

 

Tags :
faudaGazaIsraelPalestineWar
Next Article