ઇરાકે અમેરિકા પર જ હુમલો કર્યો! સીરિયામાં અમેરિકી સૈન્ય મથક પર 5 રોકેટ છોડ્યા
રવિવારે ઇરાકના જમ્મુ શહેરથી ઉત્તર પૂર્વી સીરિયામાં અમેરિકી સૈન્ય મથક (US Military Base) પર 5 રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા. આ અંગે બે ઇરાકી સુરક્ષા સુત્રોએ રોયટર્સને માહિતી આપી હતી. અમેરિકી સેનાની વિરુદ્ધ ફેબ્રુઆરીની શરૂઆત બાદ આ પહેલો હુમલો છે, જ્યારે ઇરાકમાં ઇરાન સમર્થિક જુથે અમેરિકી સૈનિકો (US Troops) પર હુમલા અટકાવી દીધા હતા. આ હુમલો ઇરાકી વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ સુદાનીના અમરિકીની યાત્રાથી પરત ફરવા અને વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાતની એક દિવસ બાદ થયું છે.
અમેરિકાએ ઘટના અંગે કોઇ સ્પષ્ટતા ન કરી
રોયટર્સના રિપોર્ટ અનુસાર બે સુરક્ષા સુત્રો અને એક વરિષ્ઠ સેના અધિકારીએ કહ્યું કે, આ એક નાનકડા ટ્રકને પાછળ લાગેલું એક રોકેટ લોન્ચર સીરિયાના સીમાવર્તી શહેર જમ્મુરમાં તહેનાત કરવામાં આવ્યું હતું. સૈન્ય અધિકારીએ કહ્યું કે, જે પ્રકારે જે સમયે વિમાન આકાશમાં હતા, તે સમયે લોન્ચ કર્યા વગરના રોકેટમાં થયેલા વિસ્ફોટ સાથે ટ્રકમાં આગ લાગી ગઇ. ઘટનાની સંવેદનશીલતાને કારણે નામ ન છાપવાની શરતે એક સૈન્ય અધિકારીએ જણઆવ્યું કે, જ્યાં સુધી અમે તેની તપાસ નથી કરતા અમે પૃષ્ટિ નથી કરી શકતા કે ટ્રક પર અમેરિકી વિમાનો દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો.
બંન્ને દેશો વચ્ચે સ્થિતિ વણસે તેવી શક્યતા
જુમ્મર શહેરમાં સ્થિત એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે, ઇરાકી સુરક્ષા દળોને ક્ષેત્રમાં તહેનાત કરવામાં આવ્યા હતા અને ગુનેગારોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. જે એક બીજા વાહનનો ઉપયોગ કરીને ક્ષેત્રમાંથી ફરાર થઇ ગયા હતા. સુરક્ષા સુચના પ્રસારિત કરવા માટે જવાબદાર અધિકારીઓ, ઇરાકી સુરક્ષા મેડિકા સેલે એક નિવેદનમાં કહ્યું કે, ઇરાકી દળોએ સીરિયન સીમા નજીક ગુનેગારોને નિશાન બનાવવા માટે એક શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાં તેમને ન્યાય અપાવવા માટેનું વચન આપવામાં આવ્યું હતું.
હાલ તો અમેરિકા દ્વારા તપાસ કરવામાં આવી છે
સેનાના એક અધિકારીએ કહ્યું કે, ટ્રકને આગળની તપાસ માટે જપ્ત કરી લેવામાં આવી છે અને પ્રારંભિક તપાસથી માહિતી મળી છે કે, આ હવાઇ હુમલાથી નષ્ટ થઇ ગયું. અધિકારીએ કહ્યું કે, અમે આ હુમલા પર માહિતી શેર કરવા માટે ઇરાકમાં ગઠબંધન દળોની સાથે સંવાદ કરી રહ્યા છીએ. આ હુમલા ઇરાકમાં એક સૈન્ય અડ્ડા પર શનિવારે સવારે થયેલા એક વિસ્ફોટના એક દિવસ બાદ થઇ,જેમાં ઇરાકી સુરક્ષા દળના એક સભ્યનું મોત થઇ ગયું. જેમાં ઇરાન સમર્થિત સમુહનો પણ સમાવેશ થાય છે.