ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

International Plastic Bag Free Day 2024: આ દિવસની શરુઆત આ માન્યતા સાથે યુરોપે વર્ષ 2009 માં કરી હતી

International Plastic Bag Free Day 2024: Plastic આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે કેટલું હાનિકારક છે તે અંગે લોકોને જાગૃત કરવા દર વર્ષે 3 જુલાઈએ International Plastic Bag Free Day ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની અનેક ખાસિયતો છે. Plastic...
05:16 PM Jul 03, 2024 IST | Aviraj Bagda
International Plastic Bag Free Day 2024

International Plastic Bag Free Day 2024: Plastic આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે કેટલું હાનિકારક છે તે અંગે લોકોને જાગૃત કરવા દર વર્ષે 3 જુલાઈએ International Plastic Bag Free Day ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની અનેક ખાસિયતો છે. Plastic થી થતા પ્રદૂષણના ગંભીર જોખમો વિશે જાણવું આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. Plastic આપણા વર્તમાનને તો બગાડે છે પણ આવનારી પેઢીઓને પણ અસર કરી શકે છે.

આજે કપડાથી લઈને બ્યુટી પ્રોડક્ટ્સ અને પેકેજિંગમાં Plasticનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. ઝીરો વેસ્ટ યુરોપ દ્વારા વર્ષ 2009 માં International Plastic Bag Free Day ની શરૂઆત કરવામાં આવી હતી. Plastic બેગના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. મોટાભાગની Plastic ની થેલીઓ સિંગલ યુઝ Plasticની બનેલી હોય છે, જે પર્યાવરણ ઉપરાંત મનુષ્યો અને પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે.

2000 થી વધુ Plastic ના ટુકડાઓ મહાસાગરોમાં ફેંકાય છે

Plastic ના કારણે થતા પ્રદૂષણમાં Plasticની થેલીઓ સૌથી મોટી ભૂમિકા ભજવે છે. સિંગલ યુઝ Plastic માંથી બનેલી વસ્તુઓ આપણા જળાશયોને દૂષિત કરે છે. દરરોજ 2000 થી વધુ Plastic ના ટુકડાઓ મહાસાગરો, નદીઓ અને તળાવોમાં ફેંકવામાં આવે છે. જેના કારણે તેઓ માત્ર પાણીને દૂષિત કરતા નથી, પરંતુ તેમાં રહેતા જળચર પ્રાણીઓ માટે પણ અત્યંત જોખમી બને છે. Plastic ની થેલીઓ નાશ પામવામાં 500 વર્ષ જેટલો સમય લે છે.

Plastic ને બદલે કપડાં અથવા પેપર બેગથી શરૂઆત કરો

International Plastic Bag Free Day ઉજવવા પાછળનો એકમાત્ર હેતુ લોકોને તેના જોખમોથી માહિતગાર કરવાનો અને તેનો ઉપયોગ કરતા રોકવાનો છે. ખૂબ જ નાના પ્રયાસોથી, તમે તમારી જીવનશૈલીમાંથી Plastic ને દૂર કરીને તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો અને પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકો છો. ત્યારે તેની શરુઆત Plastic ને બદલે કપડાં અથવા પેપર બેગથી શરૂઆત કરો.

આ પણ વાંચો: ભારતના પાડોશી દેશમાં મોટો ઉલટફેર, ‘એકવાર તું એકવાર હું’ના ફોર્મુલા પર નક્કી થશે PM…

Tags :
AnimalsBagEarthGujarat FirtsHarmfulhumansInternational Plastic Bag Free Day 2024No PlasticoceanPlasticPlastic Bagsea
Next Article