ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

India-Malaysia: રોયલ મલેશિયન નેવીએ INS શક્તિ અને INS દિલ્હીનું કર્યું Royal સ્વાગત

India-Malaysia: આજરોજ ભારતીય નૌકાદળ (Indian Navy) ના બે જહાજો INS શક્તિ અને INS દિલ્હી ઓપરેશન પ્રશિક્ષણ માટે મલેશિયા (Malaysia) ના કોટા કિનાલાબુ પર પહોંચ્યા છે. ત્યારે રોયલ મલેશિયન નેવી (Royal Malaysian Navy) અને મલેશિયા (Malaysia) ખાતેના ભારતીય હાઈ કમિશનર દ્વારા...
11:30 PM May 12, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Indian Navy, Royal Malaysian Navy

India-Malaysia: આજરોજ ભારતીય નૌકાદળ (Indian Navy) ના બે જહાજો INS શક્તિ અને INS દિલ્હી ઓપરેશન પ્રશિક્ષણ માટે મલેશિયા (Malaysia) ના કોટા કિનાલાબુ પર પહોંચ્યા છે. ત્યારે રોયલ મલેશિયન નેવી (Royal Malaysian Navy) અને મલેશિયા (Malaysia) ખાતેના ભારતીય હાઈ કમિશનર દ્વારા બંને જહાજોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. INS દિલ્હી એ સૌપ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ અને નિર્મિત પ્રોજેક્ટ-15 વર્ગ Guided Missile Destroyer છે અને INS શક્તિ એ Fleet support ship છે.

Indian Navy એ જણાવ્યું હતું કે, ઈસ્ટર્ન ફ્લીટના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીઅર એડમિરલ રાજેશ ધનખરની આગેવાની હેઠળ INS દિલ્હી અને INS શક્તિ (Malaysia) ને કોટા કિનાબાલુ ગયા છે. આ સમયગાળા દરમિયાન બંને દેશની નૌકાદળ વ્યાપક વ્યાવસાયિક ક્રિયા પ્રતિક્રિયા કરશે. જેમાં ભારત (Indian Navy) અને મલેશિયા (Malaysia) ના નૌકાદળ વિષયના નિષ્ણાતોનું આદાન-પ્રદાન, યોગ, રમતગમતની પ્રવૃત્તિઓ અને પરસ્પર સમજણ બનાવવા અને હાલના પરસ્પર સહકારને વધારવા માટે એકબીજાના જહાજોની મુલાકાતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: PM Modi Patna Road Show: પહેલીવાર પટનામાં રોડ શો કરનાર વડાપ્રધાન બન્યા પીએમ મોદી

ACT East' અને દરિયાઈ નીતિઓ પ્રત્યે નૌકાદળની પ્રતિબદ્ધતા દર્શાવે

બંદરની મુલાકાત પૂર્ણ કર્યા પછી, ભારતીય નૌકાદળ (Indian Navy) ના જહાજો રોયલ મલેશિયન નૌકાદળ (Royal Malaysian Navy) ના જહાજો સાથે મેરીટાઇમ પાર્ટનરશિપ એક્સરસાઇઝ – PASSEX માં ભાગ લેશે. આ મુલાકાત અનેક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા બંને દરિયાઈ પડોશીઓ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી મિત્રતા અને સહકારને મજબૂત કરશે. આ સાથે મહત્વપૂર્ણ વિસ્તારોમાં ભારતીય નૌકાદળના જહાજોની તૈનાતી ભારત સરકારની 'ACT East' અને દરિયાઈ નીતિઓ પ્રત્યે નૌકાદળની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ પણ વાંચો: Lok Sabha Election Telangana: કેન્દ્રીય ગૃહ મંત્રીએ કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો

Tags :
ACT EastIndiaIndia-MalaysiaINSmalaysiaPASSEXRoyalRoyal Malaysian Navy