Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

India-Bangladesh Relations : બાંગ્લાદેશના વિદેશમંત્રીએ કહ્યું- ચીન સામે ઝુકીશું નહીં! માલદીવ વિવાદ અંગે કહી આ વાત

બાંગ્લાદેશમાં (Bangladesh) તાજેતરમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન શેખ હસીનાની (PM Sheikh Hasina) અને સત્તારૂઢ પાર્ટી અવામી લીગનો પ્રચંડ વિજય થયો છે. આ જીત પછી પીએમ શેખ હસીનાએ ભારતને બાંગ્લાદેશનો (India-Bangladesh Relations) વિશ્વાસપાત્ર મિત્ર દેશ ગણાવ્યો છે. દરમિયાન, બાંગ્લાદેશના વિદેશ મંત્રી...
08:20 AM Jan 10, 2024 IST | Vipul Sen

બાંગ્લાદેશમાં (Bangladesh) તાજેતરમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન શેખ હસીનાની (PM Sheikh Hasina) અને સત્તારૂઢ પાર્ટી અવામી લીગનો પ્રચંડ વિજય થયો છે. આ જીત પછી પીએમ શેખ હસીનાએ ભારતને બાંગ્લાદેશનો (India-Bangladesh Relations) વિશ્વાસપાત્ર મિત્ર દેશ ગણાવ્યો છે. દરમિયાન, બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો. એ.કે. અબ્દુલ મોમેને (A.K. Abdul Moman) ભારત સાથે ચીન અને માલદીવના સંબંધોને લઈને મોટી વાત કહી છે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો. એ.કે. અબ્દુલ મોમેને તાજેતરમાં કહ્યું કે, બાંગ્લાદેશ એ ક્યારેય ચીન (China) સામે ઝૂકશે નહીં અને ભારતે તે અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, ભારતે અમારી આઝાદી માટે પોતાનું લોહી આપ્યું છે અને અમારો સૌથી સહયોગી અને મદદગાર દેશ રહ્યો છે. આથી અમારા સંબંધોમાં ક્યારેય કડવાશ આવશે નહીં. એક ખાનગી મીડિયા સાથે વાતચીત કરતા ચીન સાથેના સંબંધો અંગે પૂછાયેલા સવાલનો જવાબમાં ડો. એ.કે. અબ્દુલ મોમેને કહ્યું કે, બાંગ્લાદેશમાં ચીનનો પ્રભાવ વધુ નથી. ચીન માત્ર એક ડેવલપમેન્ટ પાર્ટનર છે.

તેમણે આગળ કહ્યું કે, એક પ્રોપેગેંડા ચલાવવામાં આવી રહ્યો છે કે બાંગ્લાદેશ ચીનનું ઋણી બની રહ્યું છે. એક દેશ બીજા દેશનું દેવાદાર ત્યારે જ થઈ શકે છે જ્યારે તેનું વિદેશી દેવું 55 ટકાથી વધુ હોય. અમારું કુલ ઉધાર માત્ર 13.6 ટકા છે. આથી ભારતમાં આ ડર વાસ્તવિક નથી. અમે ઘણું વિચારી અને સમજીને કોઈ પણ ફંડ લેતા હોઈએ છીએ. આથી કોઈ ડરવાની જરૂર નથી કે બાંગ્લાદેશ ચીન સામે ઝુકી જશે.

ભારત-માલદીવ વિવાદ કહી આ વાત

ભારત-માલદીવ વિવાદ (India-Maldives dispute) અંગે ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે, આપણા સમાજમાં આપણા પોતાના મૂલ્યના નિર્ધારણમાં આપણે સામાન્ય રીતે અન્યનો આદર કરીએ છીએ અને આપણા નેતાઓ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ. તેથી અમે માનીએ છીએ કે આપણે પ્રતિષ્ઠા અને પદનું સન્માન કરવું જોઈએ. ભારત-બાંગ્લાદેશના સંબંધો (India-Bangladesh Relations) અંગે તેમણે કહ્યું કે, બંને દેશના સંબંધોનો એક અલગ ઇતિહાસ છે. બંને દેશોમાં સંબંધ પહેલાથી જ મજબૂત છે. કારણ કે અમારી આઝાદીની લડાઈમાં ભારત સૌથી મોટો મદદગાર હતો. અમારી સ્વતંત્રતા માટે ભારતે પોતાનું લોહી આપ્યું છે. આથી અમારી પાસે એક ઐતિહાસિક કારણ છે.

આ પણ વાંચો - Lakshadweep History: Lakshadweep ભારતનો ભાગ કેવી રીતે બન્યો?

Tags :
A.K. Abdul MomanAwami LeagueBangladeshChinaGujarat FirstIndia-Bangladesh RelationsIndia-Maldives disputeInternational NewsMaldivesPrime Minister Sheikh Hasina
Next Article