Imran Riaz Khan Arrested: Pakistan સરકારની ટીકા કરનાર પત્રકારની પાક. ની ગુપ્તચર એજન્સીઓએ કરી ધરપકડ
Imran Riaz Khan Arrested: Pakistan અને Pakistan સરકારના કટ્ટર ટીકાકાર ગણાતા ટેલિવિઝન એન્કર અને યુટ્યુબર Imran Riaz Khan ને આજરોજ લાહોર એરપોર્ટ પર ગુપ્તચર એજન્સીના અધિકારીઓ કથિત રીતે અટકાયત કરી હતી. જોકે Imran Riaz Khan સાઉદી અરેબિયા જવા માટે લાહોર એરપોર્ટ પર આવ્યા હતા.
રિયાઝ ખાનનું અપહરણ કરવામાં આવ્યું
અરજી દાખલ કરીને પત્રકારની સુરક્ષાની માગ કરી
અપહરણકર્તાઓ તેમને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા
સાથે જ તેમના વકીલ અઝહર સિદ્દીકીએ દાવો કર્યો છે કે રિયાઝ ખાનનું અપહરણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે Imran Riaz Khan વિરોધ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. વકીલ અઝહર સિદ્દીકીએ આરોપ લગાવ્યો હતો કે Imran Riaz Khan ના અપહરણકર્તાઓ તેમને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. જોકે Imran Riaz Khan ના વકીલે તેમની સામે નોંધાયેલા તમામ કેસમાંથી જામીન મેળવી લીધા છે. તે ઉપરાંત Imran Riaz Khan નું નામ નો-ફ્લાય યાદીમાંથી પણ હટાડી દેવામાં આવ્યું છે.
અરજી દાખલ કરીને પત્રકારની સુરક્ષાની માગ કરી
તે દરમિયાન રિયાઝ ખાનના ભાઈએ પણ લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પત્રકારની સુરક્ષાની માગ કરી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી Pakistan તહરીક-એ-ઈન્સાફે ધરપકડની સખત નિંદા કરતા કહ્યું કે આ ઘટના ફરી એકવાર Pakistan ના નૈતિક મૂલ્યોના પતનનું પ્રતિનિધિત્વ કરે છે. પીટીઆઈએ પૂછ્યું છે કે શું હવે Pakistan માં હજ પર જવું અપરાધ માનવામાં આવશે?
આ પણ વાંચો: કુવૈતમાં આગથી 40 થી વધુ ભારતીયોના મોત, ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો