Imran Khan :પાકિસ્તાન ચૂંટણી પંચે ઈમરાન ખાનને આપ્યો મોટો ઝાટકો
Imran Khan :પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું આગામી સામાન્ય ચૂંટણી 2024 લડવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. બંને મતવિસ્તારો માટે ઇમરાનના નામાંકન પત્રો પ્રાંતીય ચૂંટણી પંચે નકારી કાઢ્યા હતા. આગામી ચૂંટણીઓ પહેલા, ખાને પંજાબની રાજધાની લાહોરના મતવિસ્તાર NA-122 અને તેમના ગૃહ મતવિસ્તાર મિયાંવાલીના NA-89માંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સ્થાપક અને પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન (Imran Khan)તોશાખાના કેસમાં 3 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. 71 વર્ષના ઈમરાનને ગયા વર્ષે એપ્રિલ 2022માં પ્રધાનમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ખાન પર સરકારી ભેટોને ગેરકાયદેસર રીતે વેચવાનો આરોપ છે.
કેમ ઈમરાન ખાનનું ઉમેદવારી પત્ર થયું રદ્દ
મળતી માહિતી અનુસાર,ચૂંટણી પંચે પૂર્વ પ્રધાનમંત્રીનું ઉમેદવારી પત્ર રદ્દ કરવા પર સ્પષ્ટતા કરી છે. પંચે કહ્યું કે ઇમરાન (Imran Khan )ચૂંટણી (Pakistan General Election)વિસ્તારના રજીસ્ટર્ડ મતદાતા નથી. આ સિવાય કોર્ટે તેમને દોષી અને અયોગ્ય ઠેરવ્યા છે.
Pakistan: Election Commission rejects Imran Khan's nomination
Read @ANI Story | https://t.co/kNjin2dB19#ImranKhan #ElectionCommission #Pakistan pic.twitter.com/qdLXZ6UDtS
— ANI Digital (@ani_digital) December 30, 2023
કોર્ટે આપી રાહત
ઇમરાને (Imran Khan)અરજી દાખલ કરી કહ્યું કે તેમને ચૂંટણીની રણનીતિ બનાવવા માટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના નેતાઓને મળવાની મંજૂરી આપવામાં આવે. શુક્રવારે ઇસ્લામાબાદ હાઈકોર્ટે પીટીઆઈના નેતાઓ અને વકીલોને અડિયાલા જેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને (Imran Khan ) મળવા અને આઠ ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીની રણનીતિ માટે બેઠક કરવાની મંજૂરી આપી છે.
એપ્રિલ,2022ના રોજ વડાપ્રધાન પદ પરથી હટાવાયેલા
ક્રિકેટરમાંથી રાજકિય નેતા બનેલા 71 વર્ષના ઈમરાન ખાનને( Imran Khan )એપ્રિલ,2022ના રોજ વડાપ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓરાજકારણ તથા કાયદાકીય લડાઈમાં છપડાઈ ગયા છે. ઈમરાન ખાન પર આરોપ છે કે તેમણે વર્ષ 2018થી 2022 સુધી વડાપ્રધાન પદ પર હતા તે સમયે ગેરકાયદેસર રીતે સરકારી સોગાતોને વેચી હતી. આ કેસમાં તેમને ઓગસ્ટ મહિનામાં ત્રણ વર્ષની જેલની સજા થઈ હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ