Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICJ Order Israel : ગાઝામાં નરસંહાર રોકવા આંતરરાષ્ટ્રીય કોર્ટે આપ્યો આ આદેશ

ICJ Order Israel: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (ICJ Order Israel) દરમિયાન આંતરરાષ્ટ્રી કોર્ટ (ICJ)એ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યા છે. વર્લ્ડ કોર્ટે ઇઝરાયેલને કહ્યું કે- તેઓ ગાઝાપટ્ટીમાં પોતાના હુમલામાં થયેલા મોત અને નુકસાનનો સંપૂર્ણ રિપોર્ટ આપે અને કોઈ...
icj order israel   ગાઝામાં નરસંહાર રોકવા આંતરરાષ્ટ્રીય કોર્ટે આપ્યો આ આદેશ

ICJ Order Israel: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (ICJ Order Israel) દરમિયાન આંતરરાષ્ટ્રી કોર્ટ (ICJ)એ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યા છે. વર્લ્ડ કોર્ટે ઇઝરાયેલને કહ્યું કે- તેઓ ગાઝાપટ્ટીમાં પોતાના હુમલામાં થયેલા મોત અને નુકસાનનો સંપૂર્ણ રિપોર્ટ આપે અને કોઈ પણ રીતે ગંભીર ઈજા કે નુકસાનને અટકાવે.

Advertisement

Advertisement

સંયુક્ત રાષ્ટ્રની ટોચની આંતરરાષ્ટ્રીય કોર્ટે ICJ Order Israel ઇઝરાયલને ગાઝામાં નરસંહાર બંધ કરવા અને આવી ગતિવિધિઓને ઉશ્કેરનારાઓને સજા કરવા જણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસ દ્વારા આ માહિતી આપી હતી. જો કે અહેવાલ મુજબ, યુએનની ટોચની અદાલતે ગાઝામાં યુદ્ધવિરામનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ ઇઝરાયેલને જાન-માલના નુકસાનને રોકવા માટે પ્રયાસો કરવા જણાવ્યું હતું

સંયુક્ત રાષ્ટ્રની ટોપની કોર્ટના દ્વાર ખખડાવ્યા

Advertisement

દક્ષિણ આફ્રિકાએ ઇઝરાયેલ પર ગાઝાપટ્ટીમાં નરસંહારનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રની ટોપની કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ અરજી પર સુનાવણી કરતા પોતાના ચુકાદામાં કોર્ટે આ આદેશ આપ્યા છે. દક્ષિણ આફ્રિકાએ કોર્ટને અરજી કરી હતી કે તેઓ ઝડપથી ઇઝરાયેલી સૈન્ય અભિયાનને રોકવાના આદેશ આપે.

યુએનની ટોચની અદાલતનું કહેવું છે કે તે ઇઝરાયેલ પર ગાઝામાં નરસંહારનો આરોપ લગાવતા કેસને રદ કરશે નહીં. ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના યુદ્ધમાં 26,000 થી વધુ પેલેસ્ટિનિયનના મોત થયા છે. આ સંઘર્ષ 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ પર હમાસના હુમલાના જવાબમાં શરૂ થયો હતો, જેમાં મહિલાઓ અને બાળકો પણ મૃત્યુ પામ્યા હતા.

શું કહ્યું કોર્ટે?

કોર્ટે આજે કહ્યું હતું કે ઈઝરાયેલે તેના સૈનિકોને પેલેસ્ટાઈનીઓ વિરુદ્ધ નરસંહાર કરતા રોકવા માટે પગલાં લેવા જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે તે ઇઝરાયેલ સામે દક્ષિણ આફ્રિકાના નરસંહારના કેસને રદ્દ નહીં કરે. તો ઇઝરાયેલે દક્ષિણ આફ્રિકાના આરોપોને ખોટા અને અત્યંત વિકૃત ગણાવતા કહ્યું હતું કે તે નાગરિકોના નુકસાનને ટાળવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે.

કોર્ટના અધ્યક્ષ જ્હોન ઇ. ડોનોગ્યુએ જણાવ્યું હતું કે કોર્ટ આ ક્ષેત્રમાં સામે આવી રહેલ માનવીય કરૂણાંતિકાની હદથી વાકેફ છે અને સતત જાનહાનિ અને માનવીય વેદના અંગે ખૂબ જ ચિંતિત છે. વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકાએ કોર્ટને ઇઝરાયેલને ગાઝામાં અને તેની વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીને તાત્કાલિક સ્થગિત કરવા માટે કહ્યું હતું.

આ  પણ  વાંચો - india-russia ties : રશિયના રાષ્ટ્રપતિએ ભારતની ‘Make in India’ પહેલના કર્યા વખાણ

Tags :
Advertisement

.