Cleveland : અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, છેલ્લા એક મહિનાથી હતો ગુમ...
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો છે. વિદ્યાર્થી છેલ્લા મહિનાથી ગુમ હતો. ગત મહિનાથી ગુમ થયેલો 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી અમેરિકાના Cleveland માં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હૈદરાબાદના રહેવાસી મોહમ્મદ અબ્દુલ અબ્દુલનું મૃત્યુ એ એક અઠવાડિયાની અંદર આવું બીજું મૃત્યુ છે અને 2024 માં આવી 11 મી ઘટના છે. ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ દ્વારા અબ્દુલના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વિટ કર્યું, એ જાણીને દુઃખ થયું કે મોહમ્મદ અબ્દુલ અબ્દુલ, જેના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, તે Cleveland, Ohio માં મૃત હાલતમાં મળી આવ્યા છે.
વિદ્યાર્થી 7 માર્ચથી ગુમ હતો...
કોન્સ્યુલેટે કહ્યું કે તે Cleveland યુનિવર્સિટીના વિદ્યાર્થીના મૃત્યુની સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે યુએસની સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં છે. કોન્સ્યુલેટે વધુમાં જણાવ્યું હતું કે અમે તેમના મૃતદેહને ભારત લાવવા માટે શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ મદદ આપી રહ્યા છીએ. અબ્દુલ મે 2023 માં Cleveland યુનિવર્સિટીમાંથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે યુએસ આવ્યો હતો. 25 વર્ષીય અબ્દુલ 7 માર્ચની આસપાસ ગુમ થઈ ગયો હતો. તેના પિતાએ કહ્યું કે ત્યારથી તેનો અબ્દુલ સાથે સંપર્ક તૂટી ગયો હતો અને તેનો ફોન પણ બંધ હતો.
ખંડણી માટે ફોન આવ્યો હતો...
19 માર્ચે અબ્દુલના પરિવારને ખંડણીનો ફોન આવ્યો હતો. ડ્રગ્સ વેચતી ગેંગ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું અને તેને છોડાવવા માટે 1,200 ડોલરની માંગણી કરી હતી. અબ્દુલના પિતાએ જણાવ્યું હતું કે ફોન કરનારે ખંડણી નહીં ચૂકવવામાં આવે તો વિદ્યાર્થીની કિડની વેચી દેવાની ધમકી પણ આપી હતી.
‘માફિયાએ કિડની વેચવાની પણ ધમકી આપી હતી’
તમને જણાવી દઈએ કે, અબ્દુલના પિતા મોહમ્મદ સલીમને ગયા અઠવાડિયે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે તેમના પુત્રનું Cleveland માં ડ્રગ ડીલરો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. અજાણ્યા કોલરે તેની મુક્તિ માટે $1,200ની માંગણી કરી, પરંતુ ચુકવણીની પદ્ધતિનો ઉલ્લેખ કર્યો ન હતો. તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે માફિયાએ વિદ્યાર્થીને પૈસા આપવાની ના પાડી તો તેની કિડની વેચી દેવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો : Solar Eclipse 2024 : આજનું ગ્રહણ જોવા Google એ કરી આ ખાસ વ્યવસ્થા
આ પણ વાંચો : DRONE ATTACK : યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, રશિયાએ યૂક્રેનને ગણાવ્યું જવાબદાર
આ પણ વાંચો : Israel Citizen Protest: 6 મહિના થઈ ગયા, પરંતુ ઇઝરાયેલના વડાપ્રધાન બંધકોને છોડાવવામાં નિષ્ફળ