ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pakistan ના હાફિઝ સઈદને મળી 78 વર્ષની સજા, યુનોએ આપી જાણકારી

Hafeez Saeed news : મુંબઈમાં 26/11 આતંકવાદી હુમલાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઈદ (Hafeez Saeed) પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં છે. આતંકવાદ અંગેના સાત કેસમાં દોષિત જાહેર કર્યા પછી આતંકના આકા એવા હાફિઝ સઈદને 78 વર્ષની જેલની સજા...
11:25 AM Jan 10, 2024 IST | Hiren Dave
Hafeez Saeed

Hafeez Saeed news : મુંબઈમાં 26/11 આતંકવાદી હુમલાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઈદ (Hafeez Saeed) પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં છે. આતંકવાદ અંગેના સાત કેસમાં દોષિત જાહેર કર્યા પછી આતંકના આકા એવા હાફિઝ સઈદને 78 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. યુનોએ પોતાના નવા લિસ્ટમાં આ વાતની જાણકારી આપી છે. ડિસેમ્બરમાં ભારતે પાકિસ્તાન પાસેથી યુનોમાં હાફિઝ સઈદને પ્રત્યાર્પણ કરવાનું જણાવ્યું હતું. જે આતંકવાદના અલગ-અલગ કેસમાં ભારતમાં વોન્ટેડ છે.

 

સાત કેસમાં સજા

યુએનએસસીના સમિતિની નવી જાણકારી પ્રમાણે અલકાયદા પ્રતિબંધિત સમિતિ તરફથી હાફિઝ સઈદ (Hafeez Saeed) ને ડિસેમ્બર-2008માં વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો હતો. હાફિઝ સઈદે 12 ફેબ્રુઆરી 2020થી પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં છે. તે આતંકવાદને પ્રોત્સાહન સહિતના સાત કેસમાં દોષિત જાહેર કર્યા બાદ 78 વર્ષની સજા કાપી રહ્યો છે.

 

ભારતીય વિદેશ મંત્રાલયની માંગ

આ અગાઉ ભારતી વિદેશ મંત્રાલયે ગત મહિને પાકિસ્તાનને હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે અપીલ કરી હતી. આની પર નિષ્ણાતોનું કહેવું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રકારના પ્રત્યાર્પણ માટે કોઈ સત્તાવાર સંધી નથીય છતાં બંને દેશ ઈચ્છે તો માનવતા વિરુદ્ધ થતા આતંકવાદી ઘટનાઓને રોકવા માટે આ રીતે આતંકવાદીઓ પર પ્રત્યાર્પણથી અંકુશ લગાવી શકે છે. જો કે, આની પર પાકિસ્તાને નિવેદન આપતા જણાવ્યું કે તેને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ મોહમ્મદ સઈદના પ્રત્યાર્પણ માટે ભારત તરફથી અપીલ મળી છે. પરંતુ તેઓ આની પર કોઈ કાર્યવાહી નહીં કરી શકે કારણ કે બંને દેશ વચ્ચે આ સંબંધમાં કોઈ કરાર નથી થયા.

 

આ પણ વાંચો - Ecuador : TV સ્ટુડિયોમાં લાઇવ પ્રસારણ દરમિયાન બંદુકો સાથે ઘૂસ્યા નકાબપોશ, પછી થયું એવું કે..!

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Hafeez SaeedIndiaJail SentencedMumbai attackPakistan
Next Article