Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુએનનું નેતૃત્વ કરવા માટે યોગ્ય નથી ગુટેરેસ : ગિલાડ એર્ડન

ઈઝરાયેલે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરાયેલા આતંકવાદી હુમલા બાદ ગાઝામાં ઈઝરાયેલના વળતા હુમલા સામેની તેમની ટિપ્પણીને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પદ પરથી રાજીનામું માંગ્યું છે. યુએનમાં ઇઝરાયેલના રાજદૂત ગિલાડ એર્ડને ગુટેરેસને યુએનનું નેતૃત્વ કરવા માટે "અયોગ્ય" ગણાવી તેમના...
યુએનનું નેતૃત્વ કરવા માટે યોગ્ય નથી ગુટેરેસ   ગિલાડ એર્ડન

ઈઝરાયેલે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરાયેલા આતંકવાદી હુમલા બાદ ગાઝામાં ઈઝરાયેલના વળતા હુમલા સામેની તેમની ટિપ્પણીને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પદ પરથી રાજીનામું માંગ્યું છે. યુએનમાં ઇઝરાયેલના રાજદૂત ગિલાડ એર્ડને ગુટેરેસને યુએનનું નેતૃત્વ કરવા માટે "અયોગ્ય" ગણાવી તેમના રાજીનામાની માંગ કરી હતી.

Advertisement

Advertisement

ઇઝરાયેલના રાજદૂત ગિલાડ એર્ડનની પ્રતિક્રિયા

યુએનમાં ઇઝરાયેલના રાજદૂત ગિલાડ એર્ડને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ટિપ્પણી સામે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે " યુએનનાં મહાસચિવ, જેઓ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની સામૂહિક હત્યાની ઝુંબેશ માટે સમજણ બતાવે છે તે યુએનનું નેતૃત્વ કરવા માટે યોગ્ય નથી. હું તેમને તાત્કાલિક રાજીનામું આપવા માટે હાકલ કરું છું. વાત કરવાનો કોઈ વાજબી મુદ્દો નથી. જેઓ ઇઝરાયેલના નાગરિકો અને યહૂદી લોકો સામે આચરવામાં આવેલા સૌથી ભયંકર અત્યાચારો માટે કરુણા દર્શાવે છે. તેમના માટે કોઈ શબ્દો નથી.

Advertisement

એન્ટોનિયો ગુટેરેસનું નિવેદન

યુએનના વડાએ કહ્યું હતું કે ''હમાસ દ્વારા કરાયેલા હુમલાઓ શૂન્યાવકાશમાં નથી થયા. આ હુમલાઓ "પેલેસ્ટિનિયન લોકોની સામૂહિક સજા" ને યોગ્ય ઠેરવી શકે નહીં.'' યુએનના વડાએ જનરલ એસેમ્બલીમાં જણાવ્યું હતું કે "હમાસ દ્વારા કરાયેલા હુમલાઓ શૂન્યાવકાશમાં થયા ન હતા તે પણ ઓળખવું મહત્વપૂર્ણ છે. પેલેસ્ટિનિયન લોકો 56 વર્ષથી ગૂંગળામણમાં જીવી રહ્યા છે. તેઓએ તેમની જમીન સતત હિંસાથી પીડિત જોઈ છે, તેમની અર્થવ્યવસ્થા અટકી ગઈ છે, લોકો વિસ્થાપિત થયા અને તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા. તેમની દુર્દશાના રાજકીય ઉકેલની તેમની આશાઓ અદૃશ્ય થઈ ગઈ છે." તેમણે ઉમેર્યું હતું કે "પેલેસ્ટિનિયન લોકોની ફરિયાદો હમાસ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલાઓને યોગ્ય ઠેરવી શકતી નથી. અને તે ભયાનક હુમલાઓ પેલેસ્ટિનિયન લોકોની સામૂહિક સજાને ન્યાયી ઠેરવી શકતા નથી.

યુએન સેક્રેટરી જનરલ સાથે મુલાકાત નહીં

ઈઝરાયેલનાં વિદેશમંત્રી એલી કોહેને ઇઝરાયેલ-ગાઝા કટોકટી પર યુએન જનરલ એસેમ્બલીના સત્રને સંબોધતા કહ્યું હતું કે "મિસ્ટર સેક્રેટરી જનરલ, તમે કઈ દુનિયામાં રહો છો? ચોક્કસપણે આ આપણી દુનિયા નથી". ગુટેરેસનાં નિવેદનનાં જ્વલંત પ્રતિભાવમાં એલી કોહેને જાહેરાત કરી હતી કે તે યુએન સેક્રેટરી જનરલને મળશે નહીં. કોહેને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે "હું યુએન સેક્રેટરી જનરલ સાથે મુલાકાત કરીશ નહીં. 7મી ઓક્ટોબર પછી સંતુલિત અભિગમ માટે કોઈ અવકાશ નથી. હમાસને વિશ્વમાંથી ભૂંસી નાખવું જોઈએ.

આ  પણ  વાંચો -હું નરકમાંથી પસાર થઈને આવી છું…, હમાસની કેદમાંથી મુક્ત થયેલી મહિલાએ તેની આપવીતી વર્ણવી

Tags :
Advertisement

.