Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Glynis Johns Dies: બ્રિટિશના પીઢ અભિનેત્રી ગ્લાઇનિસ જૉન્સનું 100 વર્ષની વયે અવસાન

બ્રિટિશ અભિનેત્રી ગ્લાઇનિસ જૉન્સનું (Glynis Johns) ગુરુવારે 100 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે હોલિવૂડ બહુચર્ચિત ફિલ્મ 'મેરી પોપિન્સ' માં વિનિફ્રેડ બેંક્સ પાત્રની ભૂમિકા ભજવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોન્સનું મૃત્યુ લોસ એન્જલસમાં સહાયક રહેઠાણના ઘરમાં થયું હતું. પ્રાપ્ત અહેવાલ...
10:48 AM Jan 05, 2024 IST | Vipul Sen

બ્રિટિશ અભિનેત્રી ગ્લાઇનિસ જૉન્સનું (Glynis Johns) ગુરુવારે 100 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે હોલિવૂડ બહુચર્ચિત ફિલ્મ 'મેરી પોપિન્સ' માં વિનિફ્રેડ બેંક્સ પાત્રની ભૂમિકા ભજવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોન્સનું મૃત્યુ લોસ એન્જલસમાં સહાયક રહેઠાણના ઘરમાં થયું હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, જૉન્સનું (Glynis Johns) મૃત્યુ કુદરતી કારણોસર થયું છે. જૉન્સ એ તેમની ફિલ્મી શરૂઆત વર્ષ 1938 થી કરી હતી. જો કે, શરૂઆતના 10 વર્ષ પછી પણ તેમને જોઈતી એવી સફળતા મળી નહોતી. જૉન્સે 'મિરાન્ડા' માં જલપરીની ભૂમિકા ભજવી હતી. જો કે, વર્ષ 1964ની ક્લાસિક ડિઝની મ્યુઝિકલ 'મેરી પોપિન્સ' માં ડેમ જૉન્સે જુલી એન્ડ્રુઝ સાથે અભિનય કર્યો હતો, જેણે પાંચ ઓસ્કાર જીત્યા હતા. આ ફિલ્મ બાદ જૉન્સ ક્યારેય પાછળ વળીને ન જોયું.

સૌજન્ય- Google

ગ્લિનિસ (Glynis Johns) મેનેજરે જણાવ્યું હતું કે, તેઓ અમેરિકામાં સેવાનિવૃત્ત થયા હતા. તેમણે તેમના અંતિમ વર્ષો હોલીવુડમાં સહાયક રહેઠાણમાં વિતાવ્યા, જ્યાં તે શાંતિથી મૃત્યુ પામ્યા. ઑક્ટોબરમાં તેમના 100મા જન્મદિવસની પહેલા, લેબર સાંસદ ક્રિસ બ્રાયન્ટે જોન્સને નાઈટની પદવી આપવા માટે હાકલ કરી હતી. તેણે ગુરુવારે ટ્વીટ કર્યું કે, 'આ ખૂબ જ દુઃખદ છે. મહાન બ્રિટિશ અભિનેતાઓમાંના એક કે જેમને આ ખિતાબ મળવો જોઈતો હતો.' અભિનેત્રીના પરિવારમાં તેના પૌત્ર થોમસ ફોરવુડ, જે પેરિસમાં રહે છે અને ત્રણ પૌત્ર છે. પીઢ અભિનેત્રીને બ્રિટનમાં તેમના પિતાની બાજુમાં દફનાવવામાં આવશે.

આ પણ વાંચો - Khalistan ઓએ ફરી એકવાર અમેરિકામાં હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું

Tags :
British veteran ActressGlynis Johns DiesGujarat FirstGujarati NewshollywoodInternational NewsMary Poppins
Next Article