France : રાજકીય ઉથલપાથલ વચ્ચે PM એલિઝાબેથ બોર્નનું રાજીનામું, જાણો શું છે કારણ?
ફ્રાંસમાં (France) ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. દેશના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને ( Elisabeth Borne) તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામાનું કારણ નવા ઇમિગ્રેશન કાયદાને લઈને તાજેતરની રાજકીય ખેંચતાણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાથે જ, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) માટે આગામી દિવોસમાં નવી સરકારની નિમણૂક કરીને નવો વેગ મેળવવાનો માર્ગ પણ મોકળો થઈ ગયો છે.
મીડિયા અહેવાલ અનુસાર, ફ્રાંસના (France) વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે, તેમણે નવા વડાપ્રધાનની નિમણૂક કરવાની રાષ્ટ્રપતિ મેક્રોનની ઇચ્છા અનુરૂપ આ રાજીનામું આપ્યું છે. જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા સમર્થિત વિવાદાસ્પદ ઇમિગ્રેશન કાયદાના લાગૂ થયા બાદ ગત મહિને વડાપ્રધાન બોર્ને રાજીનામું આપ્યું હતું.
આ નવા ઇમિગ્રેશન કાયદાનો ઉદ્દેશ્ય અન્ય પગલાંની સાથે અમુક વિદેશીઓને દેશનિકાલ કરવાની સરકારની ક્ષમતાને મજબૂત કરવાનો હતો. માહિતી મુજબ, રાષ્ટ્રપતિ મેક્રોને (Emmanuel Macron) બોર્નનું રાજીનામું સ્વીકાર કરી લીધું છે. એલિઝાબેથનું (Elisabeth Borne) રાજીનામું સ્વીકાર્યા પછી, મેક્રોનના કાર્યાલયમાંથી જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી નવા વડાપ્રધાનની પસંદગી ન થાય ત્યાં સુધી બોર્ન સરકારના આંતરિક બાબતોના પ્રભારી રહેશે.
વડાપ્રધાન પદના સંભવિત ઉમેદવારો કોણ ?
એલિઝાબેથ બોર્નના રાજીનામા પછી, ફ્રાંસના (France) શિક્ષણ પ્રધાન ગેબ્રિયલ અત્તલ અને સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેક્રોનૂને વડાપ્રધાનની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ઉપરાંત, નાણા મંત્રી બ્રૂનો લી મેરે અને પૂર્વ કૃષિ મંત્રી જૂલિયન ડીનૉર્મેંડી પણ સંભાવિત વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - અમેરિકન રેપર Snoop Dogg ભારતના આ ડાન્સરનો થયો ફેન