પાકિસ્તાનમાં ધરતી ધ્રૂજી, 4.2ની તીવ્રતાથી આવ્યો ભૂકંપ, હાલ કોઈ જાનહાનિ નહીં
પાકિસ્તાનમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા 4.20 રહી છે. નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC) અનુસાર, હજુ સુધી કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી. પાકિસ્તાનમાં સવારે લગભગ 9.13 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જણાવી દઈએ કે, અગાઉ 4 ડિસેમ્બરે પણ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
An earthquake with a magnitude of 4.2 on the Richter Scale hit Pakistan today at 9:13 am: National Center for Seismology (NCS) pic.twitter.com/ZZ0hz3wyqk
— ANI (@ANI) December 15, 2023
એનએસએમસી મુજબ, અગાઉ જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે તેની તીવ્રતા 5.2 નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં અફરા-તફરી સર્જાઈ હતી અને લોકો સુરક્ષિત સ્થળે આવી પહોંચ્યા હતા. આ પહેલા શ્રીલંકાના કોલંબોમાં 6.2ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઊંડાઈ પૃથ્વીની અંદર 10 કિલોમીટર નોંધાઈ હતી.
અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી હતી
જ્યારે અફઘાનિસ્તાનમાં 7 ઓક્ટોબરના રોજ ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. આ ભૂકંપના કારણે અફઘાનિસ્તાનના હેરાત વિસ્તારમાં જનજીવનને ઘણું નુકસાન પહોંચ્યું હતું. ઘણા વિસ્તારમાં ઘરો પડી ગયા હતા અને 2,000થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો વધુ ઘાયલ થયા હતા. પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઈરાની સરહદ પાસે આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે 9,240 લોકો ઘાયલ થયા હતા. સંયુક્ત રાષ્ટ્રે પણ કહ્યું હતું કે, ગ્રામીણ જેંડા જાન જિલ્લામાં ઓછામાં ઓછા 6 ગામ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા હતા અને 12 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા હતા.
આ પણ વાંચો - Namaste London’: બ્રિટિશ સાંસદોએ PM મોદીના કર્યા વખાણ, કહ્યું- છેલ્લા નવ વર્ષમાં ભારત ઘણું મજબૂત બન્યું…