Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Earthquake: પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપ, તીવ્રતા 5.8 નોંધાઈ, જાણો વધુ વિગત

પાકિસ્તાનમાં સોમવારે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. જોકે, અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 133 કિલોમીટરની ઊંડાઈએ હતું. જ્યારે તેનું કેન્દ્ર...
earthquake  પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપ  તીવ્રતા 5 8 નોંધાઈ  જાણો વધુ વિગત

પાકિસ્તાનમાં સોમવારે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. જોકે, અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 133 કિલોમીટરની ઊંડાઈએ હતું. જ્યારે તેનું કેન્દ્ર ભારતમાં જમ્મુ અને કાશ્મીર હતું. રાજધાની ઈસ્લામાબાદની સાથે અન્ય શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Advertisement

સોમવારે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ સહિત કેટલાક વિસ્તારો ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 5.8 નોંધાઈ છે. જ્યારે તેનું કેન્દ્ર બિંદુ ભારતમાં જમ્મુ-કાશ્મીર હતું. એનએસએમસીએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર 133 કિમીની ઊંડાઈમાં હતું. જો કે, અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર મળ્યા નથી. જણાવી દઈએ કે, અગાઉ પણ 15 ડિસેમ્બરના રોજ પાકિસ્તાનમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા.

અગાઉ 4.20 તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ

Advertisement

પાકિસ્તાનમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન બે વાર ભૂકંપની ઘટના બની છે. અગાઉ 15 ડિસેમ્બરના રોજ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 4.20 નોંધાઈ હતી. માહિતી મુજબ, સવારે લગભગ 9.13 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, સદનસીબે ત્યારે પણ કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નહોતા. આ પહેલા 4 ડિસેમ્બરે પણ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે તેની તીવ્રતા 5.2 રહી હતી.

આ પણ વાંચો - Egypt President: ઇજિપ્તના રાષ્ટ્રપતિ તરીકે ફરી એકવાર અલ-સીસી ચૂંટાયા, જાણો કેમ થઈ પસંદગી?

Advertisement

Tags :
Advertisement

.